ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / can US president press the nuclear button

ન્યૂક્લિયર ફૂટબોલ / શું અમેરિકી પ્રમુખ પોતાની મરજી પ્રમાણે પરમાણુ બટન દબાવી શકે, શું છે નિયમ આવો જાણીએ

Published By: Hiralal

Last Updated: 08:00 PM, 21 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો ગણાતા ઈનોગ્યુરેશન ડેની પૂર્ણોહૂતિ થઈ છે. આ ખાસ દિવસે પૂર્વ પ્રમુખ નવા પ્રમુખને ન્યૂક્લિયર ફૂટબોલ સોંપે છે.

ADVERTISEMENT

  • અમેરિકી પ્રમુખની સાથે રહેનારી કાળા રંગની બ્રિફકેસમાં પરમાણુ હુમલાના કોમ્પ્યુટર કોડ્સ અને કોમ્યુનિકેશન ડિવાઈસ હોય છે
  • અમેરિકા પાસે હાલમાં 6 હજારથી વધારે પરમાણુ બોંબ પ્રમુખના ઈશારે દુનિયામાં તબાહી મચાવી શકે
  • અત્યાર સુધી અમેરિકી કોંગ્રેસે ફક્ત પાંચ વાર યુદ્ધની જાહેરાત કરી છે. 

એક રીતે જોઈએ તો આ ન્યૂક્લિયર ફૂટબોલ અમેરિકાની પરમાણુ શક્તિઓનું પ્રતિક મનાય છે. શું અમેરિકી પ્રમુખ પાસે પરમાણુ બટન દબાવવાની કોઈ સત્તા છે ખરી? આવો જાણીએ.

અમેરિકામાં કોઈ પણ પ્રકારના યુદ્ધની જાહેરાત કરવાનો અધિકાર અમેરિકી કોંગ્રેસ પાસે રહેલો છે.

અમેરિકી પ્રમુખ જ્યારે પણ કોઈ દેશની યાત્રા પર હોય અથવા તો તેમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં હાજર હોય ત્યારે એક  પ્રતિકાત્મક તરીકે તેમની સાથે એક બ્રીફકેસ હોય છે. કાળા રંગની આ બ્રિફકેસમાં એક સિસ્ટમ હોય છે જેમાં લોન્ચ કોડ નાખવાનો હોય છે.

ટેકનોલોજી રીતે જોઈએ તો આવું કોઈ બટન હોતું  નથી. કેટલાક ચોક્કસ નિયમોને અધીન પ્રમુખ સેનાને પરમાણુ હુમલાનો આદેશ આપી શકે છે.
આમ જોઈએ તો અમેરિકામાં કોઈ પણ પ્રકારના યુદ્ધની જાહેરાત કરવાનો અધિકાર અમેરિકી કોંગ્રેસ પાસે રહેલો છે. આ અધિકાર સંપર્ણ રીતે પ્રમુખનો હોય છે પરંતુ ઈતિહાસમાં કેટલાક પ્રમુખોએ સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત ન કરીને લશ્કરી ટૂકડીઓને યુદ્ધના મોરચે મોકલી હોવાના પણ દાખલા છે. અત્યાર સુધી અમેરિકી કોંગ્રેસે ફક્ત પાંચ વાર યુદ્ધની જાહેરાત કરી છે. 

કાળા રંગની બ્રિફકેસમાં શું હોય છે ?

 અમેરિકી પ્રમુખની સાથે રહેનારી કાળા રંગની બ્રિફકેસમાં યુદ્ધના પ્લાનથી માંડીને હુમલાની મંજૂરી આપવાના કોમ્પ્યુટર કોડ્સ અને કોમ્યુનિકેશન ડિવાઈસ હોય છે. તેનું વજન અંદાજે 20 કિલો હોય છે. પ્રમુખના ઈશારે આંખના પલકારમાં 925 પરમાણુ બોંબ આખી દુનિયામાં તબાહી મચાવી શકે છે. આ બોંબ હિરોશિમા પર ઝીંકાયેલા બોંબ કરતા 17 હજાર ગણી તબાહી મચાવી શકે છે.અમેરિકી પ્રમુખ ઈચ્છે તો પરમાણુ હુમલાની પહેલ પણ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

925 પરમાણુ બોંબ Nuclear War nuclear bomb us president brifcase અમેરિકી પરમાણુ હુમલો nuclear weapons

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ