બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Can same-sex couples be given some rights without marriage recognition Supreme Court Probing Question

સુનાવણી / શું સમલૈંગિક કપલને લગ્નની માન્યતા વગર આપી શકાય છે કેટલાક અધિકાર? સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ, કેન્દ્રનો નોટિસ ઇસ્યુ

Megha

Last Updated: 09:18 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Same Sex Marriage: સુનાવણીમાં ન્યાયાધીશોનું માનવું હતું કે પતિ-પત્ની તરીકે સાથે રહેતા સમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતું ખોલવાની સુવિધા આપવી જોઈએ. જો કે આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે.

  • સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ વલણ નરમ
  • સમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતું ખોલવાની સુવિધા આપવી જોઈએ
  • જો કે આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે

Same Sex Marriage:સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગેની સુનાવણીના છઠ્ઠા દિવસે સુપ્રીમ કોર્ટનું વલણ થોડું નરમ દેખાયું હતું. જણાવી દઈએ કે કોર્ટે સંમત થયા કે આ વિષય સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે અને કોર્ટે કેન્દ્ર સરકારની એ દલીલ પણ સ્વીકારી હતી કે આવા લગ્નને માન્યતા આપવાથી અન્ય ઘણા કાયદાઓનો અમલ મુશ્કેલ બનશે.

ગઈકાલે 5 ન્યાયાધીશોની બેન્ચે સરકારને પૂછ્યું કે શું તે સમલૈંગિક યુગલોને સામાજિક સુરક્ષા આપવા માટે કોઈ કાયદો બનાવવા માંગે છે અને આ વાત પર ન્યાયાધીશોનું માનવું હતું કે પતિ-પત્ની તરીકે સાથે રહેતા સમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતું ખોલવાની સુવિધા આપવી જોઈએ. જો કે આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે.\

વાત એમ છે કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્રને પૂછ્યું કે શું સમલૈંગિક યુગલોને તેમના લગ્નને કાયદેસર કર્યા વિના સામાજિક કલ્યાણ લાભો આપી શકાય? આ વાત પર કોર્ટે કહ્યું કે કેન્દ્ર દ્વારા સમલૈંગિક ભાગીદારો સાથે સહવાસના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવાથી તેના સામાજિક પરિણામોને ઓળખવા માટે "સંબંધિત જવાબદારી" બને છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'તમે તેને લગ્ન કહો કે ન કહો પણ તેને કોઈ નામ આપવું જરૂરી છે.' મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે. બેન્ચે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતની નોંધ લીધી હતી કે 'પ્રેમ કરવાનો અધિકાર, સાથે રહેવાનો અધિકાર, જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, જાતીય અભિગમ પસંદ કરવાનો અધિકાર' એ મૂળભૂત અધિકાર છે.

કાયદા અધિકારીએ બેન્ચને કહ્યું, "પરંતુ તે સંબંધને લગ્ન તરીકે કે અન્ય કોઈ નામથી ઓળખવાનો કોઈ મૂળભૂત અધિકાર નથી." બેન્ચમાં જસ્ટિસ એસ. ના. કૌલ, જસ્ટિસ એસ. આર. ભટ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ પી.એસ. નરસિંહનો પણ સમાવેશ થાય છે. મહેતાએ કહ્યું કે લગ્ન જેવા તમામ પ્રકારના સામાજિક સંબંધોને માન્યતા મેળવવાનો કોઈ મૂળભૂત અધિકાર નથી.

સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફારની માંગ
5 દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં અરજદાર પક્ષ વતી વિગતવાર દલીલો રજૂ કરવામાં આવી હતી. એ પણ જણાવવામાં આવ્યું કે વિશ્વના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે. અરજદારોએ દલીલ કરી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટના અર્થઘટનમાં થોડો ફેરફાર આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્નની સુવિધા આપવા માટે બનેલા આ કાયદાની કલમ 4માં બે લોકોના લગ્નની વાત લખવામાં આવી છે. કોર્ટ કહી શકે છે કે તેમાં ગે લોકો પણ સામેલ છે.

નોંધનીય છે કે 2018 માં સુપ્રીમ કોર્ટે બે પુખ્ત વયના લોકો વચ્ચે સર્વસંમતિથી સમલૈંગિક સંબંધોને અપરાધ જાહેર કર્યા. ત્યારથી સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાની માગણીએ જોર પકડ્યું છે. તેની પાછળની એક મુખ્ય દલીલ એ છે કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન હોવાને કારણે આવા યુગલોને ઘણા કાયદાકીય અધિકારો મળી શકતા નથી. તે જેની સાથે રહે છે તે ભાગીદારના નામે તે વસિયતનામું બનાવી શકતો નથી, તેને તેના બેંક ખાતામાં નોમિની બનાવી શકતો નથી, તેના જીવનનો વીમો નથી કરાવી શકતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ