બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / can PM Modi break the 20 year old record by campaigning in gujarat elections 2022

ગુજ'રાજ' 2022 / આદિવાસી વિકાસથી શરૂઆત અને ઈમોશનલ અપીલથી અંત: PM મોદી પ્રચંડ પ્રચારથી તોડી શકશે 20 વર્ષ જૂનો રેકૉર્ડ?

Published By: Dhruv

Last Updated: 05:06 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આ વર્ષે પ્રચંડ બહુમત હાંસલ કરવા PM મોદીએ 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી લેતા શું આ વખતે PM મોદી ગુજરાતમાં 20 વર્ષ જૂનો એટલે કે 2002નો રેકોર્ડ તોડશે કે કેમ.

  • PM મોદીએ 100 કરતા વધુ વિધાનસભા બેઠકો કવર કરી
  • કોંગ્રેસ પર પ્રહારથી લઇને ઈમોશનલ અપીલ સુધીનો ચૂંટણી પ્રચાર
  • PM મોદી પ્રચંડ પ્રચારથી 20 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી શકશે કે કેમ!

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેનું 63.14% મતદાન થયું છે. કુલ 19 જિલ્લાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. જ્યારે હવે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાશે. ત્યારે હવે ત્રિપાંખિયા જંગ વચ્ચે ગુજરાતમાં કોણ બાજી મારી જશે એ હવે જોવાનું રહ્યું. ત્યારે અહીં જોઇશું કે શું ગુજરાતમાં PM મોદી પ્રચંડ પ્રચારના કારણે 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકશે?

મહત્વનું છે કે, આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતમાં અમદાવાદમાં 50 કિમીનો ભવ્ય રોડ શો યોજ્યો હતો. જ્યાર બાદ ગઇકાલે પણ તારીખ 2 ડિસેમ્બરે પણ મીની રોડ શો યોજ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં ભાજપની જીતને લઇ જાણકારોનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપ જરૂરથી જીતશે. પરંતુ 2017ના મુકાબલે આ જીત કેટલી મોટી હશે તે હવે જોવાનું રહ્યું.

શું કોંગ્રેસનો સાયલન્ટ પ્રચાર ભાજપને ચોંકાવી દેશે કે પછી PM મોદીની આંધીમાં વિરોધીઓ ગુમ થઇ જશે?

તમને જણાવી દઇએ કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ ખુદ PM મોદી પણ ગુજરાતમાં જીતનો દાવો કરી રહ્યાં છે. PM મોદી દર ફેરે ચૂંટણી એવી રીતે લડે છે કે જાણે કે તેમની એ પ્રથમ ચૂંટણી હોય. એમાંય જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે તેઓ ખુદ ચૂંટણી મેદાનમાં આવી જાય છે. જોકે ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહેલા PM મોદી શું ચૂંટણીમાં સ્કોરબોર્ડ ક્યાં સુધી પહોંચાડશે.

ગુજરાતમાં BJP પાસે છે 27 વર્ષથી સત્તા

  • શું મોદી મેજિકથી સર્જાશે રેકોર્ડ?
  • શું PM મોદીનો પ્રચાર ગુજરાતમાં 150 સીટો જીતાડશે?

જુઓ કોંગ્રેસનો શું છે રેકોર્ડ?

  • 1985માં કોંગ્રેસે જીતી હતી 149 સીટ
  • એ દરમ્યાન માધવસિંહ સોલંકી CM હતા

જ્યાં જઇએ ત્યાં એક જ સ્વર સંભળાય છે કે, 'ફીર એકબાર મોદી સરકાર': PM
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 63.14 મતદાન થયા બાદ PM મોદી સતત ગુજરાતમાં ભાજપની જીત નક્કી જ છે તેવો દાવો કરી રહ્યાં છે. PM મોદીનું કહેવું છે કે, 'જ્યાં જઇએ ત્યાં એક જ સ્વર સંભળાય છે કે, 'ફીર એકબાર મોદી સરકાર.' વધુમાં કહ્યું કે, 'ગઇકાલે અમદાવાદમાં જનસાગરના દર્શન કરીને રાત્રે રાજભવન પહોંચ્યો તો મે બધાને ફોન કર્યા કે પહેલા તબક્કામાં જે મતદાન થયું છે, તે ભૂતકાળના બધા રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી વિજય બનવાની છે.'

એટલે કે કહી શકાય ગુજરાતમાં ભાજપની જીત નક્કી કરવા અંગે PM મોદીએ કોઇ જ કસર નથી છોડી. વલસાડથી ચૂંટણી પ્રચારના અભિયાનની શરૂઆત કરનાર PM મોદીએ અમદાવાદમાં રોડ-શો અને સભાને સંબોધી પોતાના ચૂંટણી પ્રચારને સમાપન કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું ખરેખર PM મોદી-અમિત શાહની સભાઓ તેમજ જાહેર રોડ-શો શું ભાજપને ગુજરાતમાં પ્રચંડ જીત મેળવવામાં મદદરૂપ થશે?

મને ખુશી છે કે મારા આદિવાસી ભાઈઓ-બહેનોના આશીર્વાદથી મારું ચૂંટણી અભિયાન....: PM
PM મોદીએ વલસાડના કપરાડામાં જનસભાને સંબોધિત કરી કહ્યું હતું કે, 'મને ખુશી છે કે મારા આદિવાસી ભાઈઓ અને બહેનોના આશીર્વાદથી મારું ચૂંટણી અભિયાન શરૂ થઈ રહ્યું છે. મારા માટે તો એ ફોર આદિવાસી છે. મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે. આ ચૂંટણીમાં ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે તેટલો આપીશ. હું મારો જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર થાય તેના માટે મારે કામ કરવું છે. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે.'

પ્રચાર દરમ્યાન PM મોદીએ કયા-કયા મુદ્દાઓ દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કર્યા

  • નર્મદા યોજના
  • આતંકવાદ
  • તુષ્ટિકરણ
  • કેન્દ્ર-રાજ્યની યોજના
  • પોતાના વિરૂદ્ધ કરેલી અયોગ્ય વાણી

શું PM મોદી તોડી શકશે 20 વર્ષ જૂનો રેકૉર્ડ?
ભાજપે જો આ વર્ષે ફરીથી ગુજરાતમાં બાજી મારવી હશે તો ભાજપે 2002થી લઇને 2017 સુધીમાં સીટોમાં થઇ રહેલા ઘટાડાને રોકવો પડશે. કારણ કે BJPને 2002માં 127, 2007માં 117, 2012માં 115 અને 2017માં 99 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 2002માં 51, 2007માં 117, 2012માં 115 અને 2017માં 99 સીટો મળી હતી. ત્યારે આ આંકડાઓનું કહેવું એમ છે કે, 2002થી સતત કોંગ્રેસના આંકડાઓ વધી રહ્યાં છે. જ્યારે BJPની સીટો ઘટી રહી છે. એમાંય હવે તો ગુજરાતમાં ત્રીજા પક્ષે (AAP) એ પણ એન્ટ્રી મારી દીધી છે. ત્યારે PM મોદીના માથે જવાબદારી વધી ગઇ છે. આથી, PM મોદી-અમિત શાહે ખુદ મેદાનમાં આવી ગુજરાતમાં પ્રચંડ જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

તમને ગઇ વખતની ચૂંટણીની જો વાત કરીએ તો PM મોદીએ પ્રચંડ જીતની ભવિષ્યવાણી બાદ પણ પ્રચારમાં કોઇ પણ પ્રકારની કસર નથી રાખતા. કારણ કે ગઇ વખતે કેટલીક સીટો પર ભાજપે હાથ ધોવાનો વારો આવ્યો હતો. PM મોદીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાતની જનતા સાથે ઇમોશનલ ભાષામાં વાત કરતા કહ્યું હતું કે, 'ઘરે વડીલો પૂછે તો કહેજો કે આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા, PM સાહેબ નહીં. એ બધું દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઇ જ.' આમ PM મોદીના ઇમોશનલ કાર્ડની અસર શું ગુજરાતની જનતા પર થશે કે કેમ તે તો આવનારા પરિણામ પરથી જ ખ્યાલ આવી શકશે.

જુઓ શું કહે છે 2017નું પરિણામ?
ગુજરાતમાં ભાજપે 2017ના પરિણામમાં બીજા ચરણની 93 સીટો પરથી 51 સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસે 39 સીટો જીતી હતી. ત્યારે હવે શું PM મોદીની ચૂંટણી પ્રચારની મહેનત આ વખતે ગુજરાતમાં રંગ લાવશે કે કેમ? શું ત્રિપાંખિયા જંગ વચ્ચે ભાજપ ગુજરાતમાં આ વખતે બાજી મારી જશે કે કેમ? શું ગુજરાતમાં આ વખતે ભાજપની સીટો તૂટશે કે પછી પ્રચંડ બહુમત સાથે ભાજપ ગુજરાતમાં જીત હાંસલ કરશે તે તો હવે 8મી ડિસેમ્બરના પરિણામ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

2017માં ભાજપે ગુજરાતમાં 99 બેઠકો જીતી હતી

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. જેમાંથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો આવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 PM Narendra Modi gujarat second phase election ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પીએમ નરેન્દ્ર મોદી Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ