બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Can one house be taken in the name of 2 persons? The house is also bigger and the installment 'load' is also less

તમારા કામનું / 2 વ્યક્તિઓના નામ પર એક મકાન લઈ શકાય? ઘર પણ મોટું અને હપ્તાનો 'ભાર' પણ ઓછો

Megha

Last Updated: 03:22 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને જણાવી દઈએ કે જોઇન્ટ હોમ લોન લેવાથી ઇન્કમ ટેક્સમાં પણ ઘણી રાહત મળે છે અને લોનની રકમ પણ વધુ મળી શકે છે.

  • ઘરનું ઘર બનાવવા માટે બેંક જોઇન્ટ હોમ લોનની સુવિધા પૂરી પાડે છે 
  • જોઈન્ટ હોમ લોન પર લેવાથી ઇન્કમ ટેક્સમાં પણ ઘણી રાહત મળે છે
  • સંયુક્ત રીતે હોમલોન લઈને મકાન કેવી રીતે ખરીદી અને કેવા લાભ મેળવી શકે ચાલો જાણીએ 

આજકાલ પોતાના ઘરનું સપનું દરેક કપલનું હોય છે પણ વધતી જતી પ્રોપર્ટીની કિંમતને કારણે દરેક કપલ તેનું આ સપનું પૂરું કરી શકતા નથી. ઘરનું ઘર બનાવવા માટે ઘણી બેંક હોમ લોનની સુવિધા પૂરી પાડે છે પણ દરેક લોકો એ લોનનો હપ્તો ચૂકવી શકે એટલા સક્ષમ નથી હોતા. આજના પ્રોગ્રેસીવ ભારતમાં પતિ-પત્ની બંને નોકરી કરીને ઘર ચલાવે છે. પણ જ્યારે મકાન ખરીદવાની વાત આવે ત્યારે કોઈ એક વ્યક્તિના નામે ખરદીવામાં આવે છે અથવા કોઈ એક વ્યક્તિના નામે જ હોમલોન લેવામાં આવે છે એવું જોવા મળતું હોય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે બંને નોકરી કરો છો અને પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો કોઈ એક પર બોજો નાખ્યા વીના બંને સાથે મળીને હોમલોન મેળવી ઘર ખરીદી શકો છો. 

જો કે ફક્ત પતિ પત્ની જ નહીં, તમે ભાઈ-બહેન, માતા-પિતા, મિત્ર સાથે પણ મળીને બે લોકો એક સાથે લોન લઈ તેના નામે ઘર ખરીદી શકે છે. જો કોઈ વ્યક્તિ હોમ લોનની સંપૂર્ણ રકમ ચૂકવવામાં સક્ષમ ન હોય અથવા તો સાથે મળીને ઘર ખરીદવું હોય તો તે લોકો સંયુક્ત લોન એટલે કે જોઈન્ટ હોમ લોનનો લાભ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે જોઇન્ટ હોમ લોન લેવાથી ઇન્કમ ટેક્સમાં પણ ઘણી રાહત મળે છે અને પૈસા બચવાને કારણે મોટું ઘર પણ ખરીદી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે મળે છે ઇન્કમ ટેક્સમાં રાહત.. 

કોઈ પણ બે વ્યક્તિ સંયુક્ત રીતે હોમલોન લઈને મકાન કેવી રીતે ખરીદી શકે અને કેવા લાભ મળી શકે - 
1.  જોઈન્ટ લોન માટે અપ્લાઈ કરો - 
જે બે વ્યક્તિ એક સાથે મકાન લેવાનું વિચારી રહી છે એ બંને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં હોય એ જરૂરી છે. જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારની લોન મેળવવા માટે વ્યક્તિએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. જો બે માંથી કોઈ એક રિટર્ન ફાઇલ નથી કરી રહ્યા તો તેને છેલ્લા બે વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે એ પછી જ તમે જોઇન્ટ હોમ લોન માટે અપ્લાઈ કરી શકો છો. બે વ્યક્તિ જોઈન્ટ લોન માટે અપ્લાઈ કરે છે તો તે મોટી રકમ માટે પણ લોન અપ્લાઈ કરી શકે છે અને એ રીતે તમે મોટું મકાન ખરીદી શકો છો. 

2. ઇન્કમ ટેક્સમાં મળશે ફાયદો -
સંયુક્ત રીતે હોમ લોનલેનાર માટે આવકવેરાનાં કાયદા મુજબ બંનેની વાર્ષિકમાં હોમલોનનાં વ્યાજ તરીકે  રૂ. 2 લાખ સુધીની કપાત મળી શકે છે. એટલે કે 2 લાખનું ડીડક્શન બંને મેળવી શકે છે. આ ઉપરાંત મુદલની ચુકવણી વખતે પણ બંનેને રૂ. 1.50 લાખની કપાત મેળવી શકે છે. એટલે કે બંનેની વાર્ષિક આવકમાંથી કુલ ૩.50 લાખ રૂપિયા કરમુક્ત બની જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જો બંને લોનલેનાર નોકરી કરે છે તો બંનેની 9 લાખની કરીને કુલ 18 લાખની રકમ કરમુક્ત બને છે. જો લોન લઈને ઘર ખરીદનાર બંને વ્યક્તિ બીઝનેસ કરે છે તો તેમને કુલ 17 લાખની રકમ કરમુક્ત થઇ શકે છે. 

૩. બંનેએ આ રીતે હોમલોનના હપ્તા ભરવા - 
સંયુક્ત રીતે હોમ લોન લઈને ઘર ખરીદનાર બંને વ્યક્તિઓએ ઇન્કમટેક્સનો લાભ મેળવવા માટે છ-છ મહિના કરીને લોનનો હપ્તો ભરવો જોઈએ. એટલે કે એક વખત છ મહિના એક વ્યક્તિનાં એકાઉન્ટમાંથી અને બીજી વખતનાં છ મહિના બીજી વ્યક્તિનાં એકાઉન્ટમાંથી ભરવા જોઈએ. 

4. બેંકનાં જોઈન્ટ હોમ લોનનાં હપ્તા ચુકવવાનાં નિયમો  - 
ઘણી વખત બેંક છ-છ મહિના નાં હપ્તાની એ પ્રક્રિયાને મંજુરી આપતી નથી અને કોઈ એક એકાઉન્ટમાંથી હપ્તો ભરાઈ એવો આગ્રહ રાખે છે એવી સ્થિતિમાં એ બેંકમાં પતિ-પત્નીએ સંયુક્ત એટલે કે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સાથે જ વર્ષના અંતે લોનના હપ્તાની રકમ માટે બંને લોકો અડજસ્ટ કરી શકે છે. એટલે કે જો આખું વર્ષ કોઈ એક વ્યક્તિએ લોનના હપ્તા ભર્યા છે તો વર્ષના અંતે બીજી વ્યક્તિ તેને અડધા રૂપિયા એકસાથે ચૂકવી શકે છે. 

5. જેની આવક વધારે તેનો પ્રોપર્ટીમાં વધુ ભાગ - 
ઘણી વખત એવું બનતું હોય છે કે લોન લીધા પછી જ્યારે કોઈ પ્રોપર્ટીની ખરીદી કરો છો તેમાં કોનો હિસ્સો કેટલો એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. એ માટે જ્યારે પણ પ્રોપર્ટીનું દસ્તાવેજ કરાવો ત્યારે એ વાતનો તેમાં ઉલ્લેખ કરો કે કોનો હિસ્સો કેટલો છે. આવી સ્થિતિમાં જેની આવક વધુ છે તે વધુ વ્યાજ કપાતનો લાભ મેળવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ