બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / calcutta high court rulings calling unknown woman darling is sexual harassment under section 354a

ન્યાયિક / મહિલાઓને ડાર્લિંગ કહેવું સેક્યુઅલ હેરેસમેન્ટ, થઈ શકે જેલની સજા- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 02:58 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ અજાણી મહિલાને ડાર્લિંગ કહેવું યૌન ઉત્પીડન ગણાય છે અને તેને માટે જેલની સજા પણ થઈ શકે તેવો ચુકાદો કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે.

કલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પુરુષ કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહે છે તો તેને યૌન ઉત્પીડનના દોષી માનવામાં આવશે અને ભારતીય દંડ સંહિતાની કલમ 354એ હેઠળ તેને જેલમાં જવું પડી શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે. હાઈકોર્ટની પોર્ટ બ્લેયર બેંચના જજ જસ્ટિસ જય સેનગુપ્તાએ કહ્યું કે, આરોપી નશામાં હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં તેણે કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહી હોય તો પણ તેને યૌન ઉત્પીડનના દોષી માનવામાં આવશે.

આરોપીએ મહિલા પોલીસ અધિકારીને ડાર્લિંગ કહ્યું હતું 
જસ્ટિસ સેનગુપ્તાએ અપીલકર્તા આરોપી જનક રામની સજાને યોગ્ય ઠેરવી હતી, જેણે નશાની હાલતમાં પકડાયા બાદ એક મહિલા પોલીસ અધિકારી (ફરિયાદી)ને કહ્યું હતું કે, "ક્યા ડાર્લિંગ ચાલન કરના આયે હો ક્યા? જસ્ટીસ સેનગુપ્તાએ કલમ 354એ (એક મહિલાો લજ્જાભંગ) નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આરોપી દ્વારા મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી જાતીય ટિપ્પણી સમાન છે અને આ જોગવાઈ ગુનેગારને સજાને પાત્ર બનાવે છે. "શેરીમાં કોઈ અજાણી સ્ત્રી, અરે, એક પોલીસ કૉન્સ્ટેબલને પણ કોઈ પુરુષ ડાર્લિંગ કહીને સંબોધી શકતો નથી. 

દારુ ન પીધો હોય તો પણ કરેલી ટીપ્પણી વધુ ગંભીર 
જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું હતું કે, દારુના નશામાં હોય કે ન હોય, પુરુષ અજાણી મહિલાને 'ડાર્લિંગ' શબ્દથી સંબોધી શકતો નથી અને જો તેણે આમ કર્યું હોય તો સ્પષ્ટ છે કે તે અપમાનજનક છે અને તેના શબ્દો મૂળભૂત રીતે જાતીય ટિપ્પણી છે. જો કે કોર્ટમાં આરોપીએ એવો દાવો કર્યો હતો કે, ટિપ્પણી સમયે પોતે પીધેલો હોવાના કોઇ પુરાવા નથી.
આ અંગે હાઇકોર્ટે કહ્યું કે, "જો આરોપીએ શાંત અવસ્થામાં રહીને મહિલા અધિકારી વિરુદ્ધ ટિપ્પણી કરી હોય તો ગુનો વધુ ગંભીર બને છે." જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું, આપણો સમાજ તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહેવાની મંજૂરી નથી આપતો. જાતીય સતામણીના કિસ્સામાં આરોપીને પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ