બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Dharma Yatra / 25 ઓગસ્ટ સુધીમાં 5 રાશિના જાતકો થઇ જશે માલામાલ, આ ગ્રહ ગોચર બદલશે ભાગ્ય
Last Updated: 05:53 PM, 5 July 2024
શુક્ર દેવ જુલાઈ માસમાં બે વખત રાશિ પરિવર્તન કરશે. 7મી જુલાઇએ શુક્ર દેવ કર્ક રાશિમાં ગોચર કરવાના છે. ત્યાર બાદ 31 જુલાઈએ ફરી રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં 25 ઓગસ્ટ સુધી બિરાજમાન રહશે. આ જુલાઈ મહિનામાં બે વખત શુક્રના ગોચરથી પાંચ રાશિ પર શુભ પ્રભાવ પડશે. 25 ઓગસ્ટ સુધી આ લોકોનો સમય સારો રહેવાનો છે. આવો તે રાશિ વિશે જાણીએ.
ADVERTISEMENT
મીન
મનગમતી કંપનીમાં નોકરી લાગી શકે છે. જે લોકો વ્યાપાર કરે છે તે તેમના પરિવાર સાથે વિદેશ ફરવા જઈ શકે છે. તમારા મિત્ર તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મકાન કે દુકાન ખરીદવાની ઇચ્છા પૂરી થઇ શકે છે.
ADVERTISEMENT
ભાગ્યનો સાથ મળવાના કારણે લાંબા સમયથી અટકી પડેલા કામ પૂર્ણ થઈ શકે છે. વ્યાપાર કરતા લોકોને ધંધા સંબંધિત કોઈ કેસ ચાલતો હશે તો તેમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોની આવક અચાનક વધી શકે છે. જૂનું દેવું ભરાઈ શકશે.
વધુ વાંચો : ભાગ્યએ છોડ્યો સાથ! 5 રાશિના જાતકોના ભારે દિવસ થશે શરૂ, 2025નું વર્ષ રહેશે અનલકી
સિંહ
મકાન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. વ્યાપારમાં અચાનક ફાયદો થઈ શકે છે. જે લોકો નોકરી કરે છે તેમની આવક વધી શકે છે. વિદ્યાર્થીને કોઈ કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાન મળી શકે છે. ગૃહસ્થ જીવનમાં ચાલી રહેલ મનદુઃખ દૂર થઈ શકે છે.
વધુ વાંચો : ધન અને વૈભવના કારક શુક્રના ગોચરથી બનશે માલવ્ય રાજયોગ, ત્રણ રાશિના લોકોની આવકમાં જબરદસ્ત વધારો
મિથુન
જે લોકો વ્યાપાર કરે છે તેમની મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. મોટો ફાયદો થઈ શકે છે. નોકરી કરતા લોકોને સહકર્મીઓ પાસેથી ઉપહાર મળી શકે છે. જે લોકોની ગયા મહિને લગ્ન થયા છે તે તેમના પાર્ટનર સાથે શોપિંગ પર જઈ શકે છે. જીવનસાથી પાસેથી સરપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે.
વૃષભ
આ રાશિના જાતકોના પણ સારા દિવસો પસાર થશે. ખેલ, કળા, હેલ્થથી જોડાયેલ લોકોનો પગાર વધી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ કોમ્પિટિશનમાં ઈનામ મળી શકે છે. કપડાંની દુકાનવાળાને ધન લાભ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.