બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / લોન લીધા વગર પણ 50 લાખનું ઘર ખરીદી શકો છો, એ કઈ રીતે જાણો એક્સપર્ટ પાસેથી

આયોજન / લોન લીધા વગર પણ 50 લાખનું ઘર ખરીદી શકો છો, એ કઈ રીતે જાણો એક્સપર્ટ પાસેથી

Jugal Shah

Last Updated: 10:30 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Financial Planning: દિવસેને દિવસે મિલકતના ભાવો વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે. તેઓની પાસે લોન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જેના કારણે તેઓ વર્ષો સુધી EMIનો બોજ સહન કરે છે. પરંતુ એક એવો રસ્તો છે જેના દ્વારા તમે લોન લીધા વગર પણ તમારું ઘર ખરીદી શકો છો. ચાલો જાણીએ

આજના સમયમાં ઘર ખરીદવા માટે હોમ લોન એ સૌથી ઝડપી રીતોમાંની એક છે. ઝડપી પ્રક્રિયા, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ પારદર્શિતા અને બેંકો સાથે રિયલ એસ્ટેટ કંપનીઓના જોડાણને કારણે ઘર ખરીદવા હોમ લોનની પ્રક્રિયા લોકપ્રિય બની છે. જો કે લોન લઈને મોટા ભાગે લોકો ઘર ખરીદવામાં પોતાની સેલેરીનો મોટો હિસ્સો હોમ લોનના ઈએમઆઈ તરીકે ચુકવે છે. મોટા ભાગે તેમને 20થી 25 વર્ષ સુધી હોમ લોન ઈએમઆઈનો બોજો ઉઠાવો પડે છે.

લોકો ઊંચા વ્યાજના વિષચક્રમાં ફસાય છે

આજે મોંઘવારી સતત વધી રહી છે તેવામાં ઘણા લોકો ઊંચા વ્યાજે લોન લઈને ઘર તો ખરીદે છે પણ પછી ઘર ખરીદવાના ચક્કરમાં તેઓ ઊંચા વ્યાજના વિષચક્રમાં ફસાય જાય છે અને રોજે રોજ આ EMI કેવી રીતે ભરવો તેવી સતત ચિંતા થતી હોય છે. એટલે તમે ઊંચા વ્યાજે લોન લઈને ઘર તો ખરીદી લેશો પણ આ તમારા સપનાના ઘરમાં તમને શાંતિ મળશે નહીં.

Vtv App Promotion 2

હોમ લોન વગર કેવી રીતે ઘર ખરીદવું?

હવે જો કોઈ વ્યક્તિ ઊંચા વ્યાજ ચૂકવવા માંગતો નથી, પોતાના જીવનનો મોટાભાગનો સમય લોન ચૂકવવામાં વિતાવતો નથી, અથવા કદાચ તેની આર્થિક પરિસ્થિતિ તેને હોમ લોન માટે લાયક બનાવતી નથી. તો પછી તે વ્યક્તિ હોમ લોન વગર ઘર કેવી રીતે ખરીદી શકો છો?, શું હોમ લોન વગર ઘર ખરીદવાનો કોઈ રસ્તો છે? આ સમસ્યાનો એક જ જવાબ છે. હોમ લોન લેતા પહેલાં જો તમે આટલા પૈસાની બચત શરૂ કરી દો તો ઘર ખરીદવું શક્ય છે. ચાલો હિસાબ કરીને જાણીએ.

વધુ વાંચો : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં રિસ્ક પ્રોફાઇલ વિશે સમજી લેજો, નહીંતર...!

20 વર્ષમાં કેટલી રકમ ભરશો?

ધારો કે તમે 50 લાખનો એક ફ્લેટ ખરીદો છો. હવે આ ફ્લેટ માટે તમે 80% એટલે કે 40 લાખ રૂપિયાની લોન સરેરાશ 8 ટકાના વ્યાજના દરે 20 વર્ષ માટે લીધી છે. તો તમને દર મહિને આશરે 33,458 રુપિયા જેટલો EMI ભરવો પડશે. હવે તમે ક્યારેય ગણતરી કરી છે કે 20 વર્ષમાં કેટલી રકમ ભરશો? આંકડો જાણીને તમે પણ ચોંકી ઉઠશો. જો ગણતરી કરીએ તો 33,458 x 12 મહિના x 20 વર્ષ = 80,29,920 થાય. એટલે કે 40 લાખની લોન ચૂકવવા માટે તમે બેંકને લગભગ 80 લાખ રુપિયા ચૂકવશો. હોમ લોન ચૂકવવા તમે બીજુ ઘર ખરીદી લો એટલા રૂપિયા બેંકને આપી દો છો. તો લોનથી મુક્તિ મેળવવાની સાચી રીત EMIને બચતમાં ફેરવો.

આટલું વ્યાજ બચાવવાનો સરળ રસ્તો શું છે?

તમે જે EMI ભરવાની શિસ્ત રાખો છો એ જ શિસ્ત બચત માટે પણ રાખો. એટલે દર મહિને જેટલો EMI ભરવાનો છે સાથે તેમાં 30% વધુ ઉમેરી નાખો અને 30% જેટલું જ રોકાણ કરો. જેટલું તમે લોનનું વ્યાજ ભરશો તેના કરતા કદાચ વધારે રીટર્ન માર્કેટમાંથી મળી શકે. ઉદાહરણથી સમજીએ.

12%ના વાર્ષિક ગ્રોથ સાથે રોકાણ કરો

માનીએ કે તમારો ફ્લેટ ખરીદવાનો EMI 33,500 રુપિયા છે. તો હવે તમે લોન સાથે 20 વર્ષ માટે દર મહિને કેટલું બચાવશો? હોમ લોનની EMI 33,500 રુપિયા છે તેમાં તમે 30% વધારે એટલે કે દર મહિને 10,050 રુપિયાની બચત કરો અને આ જ રકમને SIP કે અન્યમાં 12%ના વાર્ષિક ગ્રોથ સાથે રોકાણ કરો તો 20 વર્ષ પછી તમારી અંદાજે 92 લાખથી વધુની બચત થાય છે. આ રકમ ફ્લેટના બજારભાવ કરતાં પણ વધુ થઈ શકે છે. એટલે તમે લોન વગર ઘર ખરીદી શકો છો.

અમેરિકન ઉદ્યોગપતિ વોરન બફેટ કહે છે કે ‘Time is your biggest ally in investing.’ ક્યાંક ન ક્યાંક સામાન્ય નાગરિક માટે સમય જ સૌથી મોટું સાથી છે. હવે સવાલ એ છે કે હું આવી બચત કેવી રીતે શરુ કરું? તો નીચે આપેલી બાબતોને ફોલો કરો.

  • EMI જેવી શિસ્ત પોતે જ ઘરેથી શરૂ કરો.
  • તમારી બચતને bank accountમાં નહીં પણ 12 ટકા દર વર્ષે કમાઈ શકે એવી SIP અથવા કોઈ બીજી સ્કીમમાં મુકવાની ટેવ પાડો.
  • દર મહિને જમા થઈ ગયેલા રૂપિયાને withdraw કરવાની ટેવથી દૂર રહો.
  • રિવ્યૂ કરતો રહો કે તમે છેલ્લા 6 મહિનામાં કોઈ વ્યવહાર વગર આ બચત પાળી રહ્યા છો કે નહીં.

વધુ વાંચો : હાઉસવાઈફ માટે ખાસ, રોજના માત્ર 20 રૂપિયા બચાવો અને બની શકો છો લખપતિ

આ રીતથી મળશે શું?

  • ઘર ખરીદવાનું સપનું ખરેખર પૂરુ થશે.
  • બેંક હપ્તાઓના ટેન્શનમાંથી છુટકારો.
  • નોકરી કે ધંધામાં નુકસાન થશે તો પણ છત રહેશે.
  • લોન વગરનું ઘર એટલે પરિવાર માટે ગૌરવ અને શાંતિ.

ઘણાં લોકો કેમ નથી કરી શક્યા?

ઘણા લોકો એવા હોય છે તેઓ સારુ કમાતા તો હોય છે પણ તેમની કમાણીમાંથી બીજાને આપવામાં જ રહી જાય છે. તો ઘણા લોકો દેખાડામાં ને દેખાડા કરવામાં કેટલીક એવી બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરે છે જેનાથી નાણા ખોટી જગ્યાએ વેડફાય જાય છે. જ્યારે કેટલાક લોકો કહે છે કે EMI ભરવાની ટેવ તો છે, પણ બચત નહીં થાય. એટલે જ એક્સપર્ટ કહે છે કે, 'Saving is EMI for your future - pay it first'.

હોમ લોન ખરાબ નથી પણ લોનના વ્યાજમાંથી બહાર આવવું એ જ સાચું મિડલ ક્લાસ સ્માર્ટનેશ છે. જો EMI જેવી જ કડક બચત આજથી જ શરુ કરી દેવી, તો આવતીકાલે તમારા બાળકો બેંકના વ્યાજના વિષચક્રમાં ક્યારેય ફસાશે નહીં. અને હા એક મહત્વની વાત યાદ રાખજો કો કોઈપણ પાડોશી, મિત્રો કે વોટ્સએપ યુનિવર્સિટી પરથી ક્યારેય રોકાણ ન કરતા. હંમેશાં પ્રમાણિત આર્થિક સલાહકારની સલાહ લઈને રોકાણ કરજો. એજ તમારી મહેનતનું સાચું રિટર્ન અપાવવામાં તમારી મદદ કરી શકે છે.

(DISCLAIMER આ આર્ટિકલ લેખકોના મૌલિક વિચાર આધારિત છે. કોઈપણ જાતના આર્થિક રોકાણમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EMI Home loan Financial Planning
Jugal Shah
Jugal Shah

Jugal Shah, CFA with over 11 years of experience in Financial Markets & he is owner at Sunrise Finserv.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ