બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / businessman savji dholakiya donated 15 lacs for leva patel kuldevi temple

ભલાઈ સાથે ભક્તિ / વ્યસન છોડી દો, હું તમારા વતી દાન કરીશ :ગુજરાતના ઉદ્યોગપતિએ આપ્યા 15 લાખ

Published By: Mayur

Last Updated: 02:34 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ઉદ્યોગપતિ Savji Dholakia એ એકસાથે 31 લોકોને કાયમ માટે વ્યસન છોડાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો વ્યસન છોડશે તેમના વતી તેઓ કુળદેવીના મંદિરમાં દાન કરશે.

  • ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે છે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદીર
  • કુળદેવીના મંદિર નિર્માણ માટે વ્યસન છોડનારના નામે સવજીભાઈએ કર્યું દાન
  • 31 લોકોના નામે 51-51 હજાર એમ મળી 15.50 લાખ દાનમાં આપ્યા

કુળદેવીના મંદિરના નિર્માણ માટે એક સ્નેહમિલન

ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને લઈ એક સરાહનીય સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં સવજી ધોળકિયાના વતનમાં કુળદેવીના મંદિરના નિર્માણ માટે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવજી ધોળકિયાએ વ્યસન છોડનારનાં નામથી 51 હજારનું દાન કરી સામાજિક સેવા અને વ્યસન મુક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
31 લોકોએ કાયમ માટે વ્યસન છોડ્યા 

ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે. જ્યાં ભાલ ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું. સાવજીભાઈએ   જાહેર મંચ પરથી કહ્યું કે, અહીં બેઠેલા લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય અને તેઓ વ્યસન છોડવા તૈયાર હશે હું તેમના નામથી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. 51 હજાર દાન કરીશ. જેથી 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાની તૈયારી દર્શાવતા સવજી ધોળકિયાએ રૂ. 15.50 લાખ દાનમાં આપ્યા હતા.

મંદિરનો જીર્ણોદ્ધાર અને 2 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનશે

ધોળકિયા પરિવારના કુળદેવીના મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવાશે. આ કામ માટે પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા સવજીભાઈ ધોળકીયાએ દાન કરવાની અલગ રીત મૂકી એકસાથે બે કામ થઈ શકે તેવી પ્રપોઝલ મૂકી હતી.
વિશ્વ તમાકુ વિરોધી દિવસ પર આવ્યો વિચાર 

સમગ્ર મામલે સવજીભાઈએ જણાવ્યું હતું કે, જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી મને આ વિચાર આવ્યો. 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ કરતા મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો હતો. અમારા કુળદેવીનું મંદિર નિર્માણ થતું હોય તેમાં અમારે અમારી રીતે આર્થિક સહયોગ તો આપવાનો જ હોય.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Savji Dholakia leva patel kuldevi temple લેઉઆ પટેલ કુળદેવી મંદિર સવજી ધોળકિયા Savji Dholakia charity

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ