બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / આજે સોનામાં આવી ગયો ધરખમ વધારો, ભાવ વધીને થયા આટલા, લેવાય કે નહીં?

ચિંતાજનક / આજે સોનામાં આવી ગયો ધરખમ વધારો, ભાવ વધીને થયા આટલા, લેવાય કે નહીં?

Published By: Hiralal Parmar

Last Updated: 02:40 PM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવ આજે 1.30 લાખ પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે હવે તેમાં વધારાને લઈને એક વિસ્ફોટક આગાહી સામે આવી છે.

2026 સુધીમાં સોનાના ભાવે 1.69 લાખ થવાની મોટી આગાહી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, જાન્યુઆરથી મે 2026 સુધીમાં સોનાના ભાવ 1.69 લાખને પાર જઈ શકે છે. સેન્કો ગોલ્ડના MD અને CEO સુવંકર સેન કહે છે કે જો વૈશ્વિક બજારમાં સપોર્ટ ચાલુ રહેશે, તો સોનું ટૂંક સમયમાં ₹150,000 પ્રતિ 10 ગ્રામને વટાવી શકે છે.

સોનાનો ભાવ હાલમાં પહોંચ્યો 1.30 લાખને પાર

દિલ્હીમાં આજે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો. 24 કેરેટ સોનાએ ₹130,000 ના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવી દીધું. નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા નથી.

દિલ્હીમાં સૌથી મોંઘુ સોનું

આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો હતો . રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ વધીને ₹130,090 થયો હતો. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ, જે સામાન્ય રીતે દાગીના માટે વપરાય છે, તે ₹119,260 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો.

ચાંદીએ રાહત આપી

સોનાના ભાવમાં આગ લાગી રહી છે, ત્યારે ચાંદીએ આજે ​​થોડી રાહત આપી છે. સોનાની ચાલથી તદ્દન વિપરીત, 6 ડિસેમ્બરની સવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ ઘટીને ₹1,86,900 પ્રતિ કિલોગ્રામ થયા હતા.

અમદાવાદમાં 6 ડિસેમ્બરે કેટલો ભાવ

અમદાવાદમાં 6 ડિસેમ્બરે 10 ગ્રામ સોનાનો ભાવ 1.30 લાખથી વધુ હતો. એક દિવસ અગાઉ એટલે 5 ડિસેમ્બરે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,30,740 હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ