ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / હવે સોનું ખરીદવું કે વેચવું? સતત 10 દિવસથી ભાવમાં થઇ રહેલા ઘટાડા બાદ દૂર કરો કન્ફ્યુઝન

બિઝનેસ / હવે સોનું ખરીદવું કે વેચવું? સતત 10 દિવસથી ભાવમાં થઇ રહેલા ઘટાડા બાદ દૂર કરો કન્ફ્યુઝન

Published By: Nidhi Panchal

Last Updated: 12:12 PM, 20 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 10 દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં સોનાના ભાવ રોકાણકારો અને ઝવેરીઓ માટે ચર્ચાનો વિષય બન્યા છે.

ADVERTISEMENT

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં છેલ્લા દસ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાંથી મળતા આર્થિક સંકેતો અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓમાં આવેલા ફેરફારોને કારણે આ ઘટાડો નોંધાયો છે.

Gold-Ornaments

8 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં ભારે તેજી આવી હતી અને તે રેકોર્ડ ઊંચે પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો શરૂ થયો. 18 ઓગસ્ટના રોજ 22 કેરેટ સોનું લગભગ 9,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે લગભગ 74,240 રૂપિયા પ્રતિ સોવરિનના ભાવે ઉપલબ્ધ હતું. આ સતત ઘટાડાને કારણે સોનાની ખરીદી કરનારા ગ્રાહકોમાં થોડી રાહત મળી છે.

Gold-Ornaments1

ઝવેરીઓમાં પણ ખુશી

ઝવેરીઓ આ ઘટાડાને જોતા જણાવે છે કે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ગ્રાહકો હવે બજારમાં ફરીથી સોનાની ખરીદી કરવા આવશે, જેના કારણે વેપારમાં ગતિ આવી શકે છે. ખાસ કરીને લગ્ન-સીઝનને ધ્યાનમાં લેતાં, સોનાના ભાવ ઘટવાથી ગ્રાહકો માટે આ સારો અવસર બની શકે છે.

Gold-Price

નિષ્ણાતો મુજબ શું કહેવું છે?

બજારના નિષ્ણાતો મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક આર્થિક સંકેતોમાં નરમાઈ અને ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો છે. નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે, આવતા અઠવાડિયે પણ સોનામાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. બધાની નજર હવે અમેરિકાના આવનારા આર્થિક ડેટા અને આગામી મહિને યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર છે.

app promo4

ફાઇનાન્શિયલ સર્વિસીસના જણાવ્યા અનુસાર સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ તાજેતરમાં રાજદ્વારી પ્રયાસો સફળ બનતા રશિયા-યુક્રેન યુદ્ધ અંગે યુદ્ધવિરામની આશા જાગવી છે. સાથે જ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં પણ આંશિક રાહત જોવા મળી છે.

આ પણ વાંચો : તમને આવો ઈ-મેઈલ મળે તો ઓપન કરતા નહીં, નહીંતર મોંઘુ પડી જશે

એટલે જોવામાં આવે તો સોનાના ભાવમાં તાજેતરનો ઘટાડો ગ્રાહકો માટે રાહતજનક બન્યો છે, પરંતુ રોકાણકારો અને વેપારીઓ હજુ વૈશ્વિક પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે, કારણ કે ભાવમાં આગામી દિવસોમાં ફરી ઉછાળો આવવાની શક્યતાઓને સંપૂર્ણ રીતે નકારી શકાતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold rate India Gold price 22 carat gold

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ