ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / તમને આવો ઈ-મેઈલ મળે તો ઓપન કરતા નહીં, નહીંતર મોંઘુ પડી જશે

તમારા કામનું / તમને આવો ઈ-મેઈલ મળે તો ઓપન કરતા નહીં, નહીંતર મોંઘુ પડી જશે

Last Updated: 11:42 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ઈમેઇલ્સ પર ઇનકમ ટેક્સ રિફંડના નામે નવા નવા સ્કેમ થઈ રહ્યા છે.

ADVERTISEMENT

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ઈમેઇલ્સ પર ઇનકમ ટેક્સ રિફંડના નામે નવા નવા સ્કેમ થઈ રહ્યા છે. જો તમારા ઇનબોક્સમાં પણ રિફંડ પ્રોસેસનો કોઈ મેઈલ આવ્યો હોય તો તરત જ સાવધાન થવાની જરૂર છે, કારણ કે આ મેઈલ્સમાં આપેલી લિંક્સ પર ક્લિક કરતા જ ઠગો તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.

INCOME-TAX-2

કેવી રીતે થાય છે સ્કેમ?

ઠગ લોકો પાસે એવા મેઈલ મોકલે છે કે જેમાં લખેલું હોય છે કે તમારું રિફંડ (₹25,000થી વધુ) અટકી ગયું છે અને તેને મેળવવા માટે નવી Manual Verification Process પૂર્ણ કરવી જરૂરી છે. સાથે જ એક ફેક લિંક પણ આપવામાં આવે છે. લોકો એ લિંક પર ક્લિક કરી પોતાની માહિતી ભરી દે છે અને પછી સીધું તેમના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે અને છેતરપિંડી થાય છે.

હકીકત શું છે?

આયકર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રિફંડ માટે કોઈ Manual Verification નામની પ્રક્રિયા નથી. જો તમારું રિફંડ અટક્યું હોય તો તેની માહિતી માત્ર ઇનકમ ટેક્સ પોર્ટલ અથવા સત્તાવાર SMS/મેઈલથી જ મળે છે. વિશેષજ્ઞોએ કહ્યું છે કે આવા મેઈલ્સને ખોલ્યા વિના જ ડિલીટ કરી દેવા જોઈએ. રિફંડમાં વિલંબ થવો સામાન્ય છે, પરંતુ તમારા પૈસા ક્યાંય જવાના નથી. રિફંડની સ્થિતિ જાણવા માટે માત્ર ઇનકમ ટેક્સ પોર્ટલ પર જ લોગિન કરવું.

આ પણ વાંચો : જામીન મળ્યા બાદ પણ ખવડની થઈ હતી ધરપકડ, હવે આવ્યા મોટા સમાચાર

જાહેર જનતાને અપીલ

  • કોઈ પણ અજાણ્યા મેઈલની લિંક પર ક્લિક ન કરો.
  • પર્સનલ બેંકની માહિતી અથવા પાનકાર્ડ વિગતો શેર ન કરો.
  • શંકાસ્પદ મેઈલ સીધા ડિલીટ કરો.
  • જરૂર પડે તો તમારા CAનો સંપર્ક કરો.

યાદ રાખો: ટેક્સ રિફંડ ઓટોમેટિક પ્રક્રિયા છે. રિફંડ અટકી ગયું છે, લિંક પર ક્લિક કરો. એ ફક્ત સ્કેમ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

incometaxrefund mailfraud incometaxrefundfraud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ