બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:45 PM, 30 November 2025
શેરબજારમાં રોકાણ કરવું એમ તો જોખમી માનવામાં આવે છે, પરંતુ હંમેશા આમાં એકાદ તો એવો સ્ટોક હોય જ છે જે રોકાણકારોને માલામાલ કરી નાખે છે. આવા મલ્ટિબેગર સ્ટોક્સની લિસ્ટ લાંબી છે. આવો જ એક સ્ટોક છે ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝનો શેર, જેને રોકાણકારોને ઝટકામાં કરોડપતિ બનાવી દીધા છે. ફક્ત 5 પૈસાના આ પેની સ્ટોકે 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓને 5 કરોડ રૂપિયાના માલિક બનાવી દીધા છે.
ADVERTISEMENT
1995માં સ્થાપિત ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફૂડ પ્રોડક્ટ્સના વ્યવસાયમાં છે, અને તેનો આ નાનો સ્ટોક તેના રોકાણકારો માટે પૈસા છાપવાનું મશીન બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેના પરફોર્મન્સ પર નજર કરીએ તો, ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝ શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને 51,820%નું મલ્ટિબેગર વળતર મળ્યું છે. આ દરમિયાન, શેરનો ભાવ માત્ર 5 પૈસાથી વધીને હવે 25.96 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રિટર્ન પ્રમાણે રોકાણકારો થયેલો ફાયદો આશ્ચર્યજનક છે. જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ સ્ટોકમાં પાંચ પૈસાના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી જાળવી રાખ્યું હોય, તો 51,820 ટકા વળતર પ્રમાણે તેની સંપત્તિ વધીને 5.19 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. આનો અર્થ એ થયો કે તેઓ તરત જ કરોડપતિઓની લિસ્ટમાં સામેલ થઈ ગયા હશે.

ADVERTISEMENT
આ શેરે 2024માં જબરદસ્ત કમાણી કરી હતી અને રોકાણકારોને માલામાલ કરી દીધા હતા, પરંતુ વર્ષ 2025માં આની ગતિ ધીમી પડી છે. આનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં તે 41.45 રૂપિયાના તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. 2 ડિસેમ્બર 2020ની સરખામણીમાં રોકાણકારોને આ સમયગાળા દરમિયાન 85,000 ટકાથી વધુ વળતર મળી ચૂક્યું હતું. જો કે, આ ઉચ્ચ સ્તર પર પહોંચ્યા પછી, ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝના શેરની ઝડપ ધીમી પડી અને વર્ષમાં 31%ની આસપાસ તૂટયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિચાર્યા વગર ભરી દેજો! Meeshoના IPOમાં ખુલ્યા પહેલા જ 33 ટકાનો નફો
ADVERTISEMENT
તાજેતરમાં, ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જે શાનદાર રહ્યા હતા. વાર્ષિક ધોરણે કંપનીના નેટ પ્રોફિટમાં 104%નો જોરદાર વધારો થયો હતો અને ગયા વર્ષના સમાન સમયગાળાના 14.7 કરોડ રૂપિયાની સરખામણીમાં વધીને 29.9 કરોડ રૂપિયા નોંધાયો હતો. કંપનીનું ઓપરેશનલ રેવન્યુ પણ વાર્ષિક ધોરણે 54% વધીને 286.90 કરોડ રૂપિયા પર પહોંચી ગયું.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.