બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિચાર્યા વગર ભરી દેજો! Meeshoના IPOમાં ખુલ્યા પહેલા જ 33 ટકાનો નફો

બિઝનેસ / વિચાર્યા વગર ભરી દેજો! Meeshoના IPOમાં ખુલ્યા પહેલા જ 33 ટકાનો નફો

Nirav Kumar

Last Updated: 08:52 PM, 29 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોને IPO લાગે તેમને સારી એવી રકમ કોઈ પણ રિસ્ક વગર મળતી હોય છે. એવામાં આવતા અઠવાડિયે એક જાણીતી કંપનીનો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાનો છે.

જે લોકો IPOમાં રોકાણ કરતાં હોય તેઓ માટે એક ખુશખબર છે. કેમ કે, મીશોનો IPO આવતા અઠવાડિયે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. મીશોનો IPO બુધવાર 3 ડિસેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. મીશોના શેર પહેલાથી જ ગ્રે માર્કેટમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યા હતા. મીશોના શેર ગ્રે માર્કેટમાં 33% થી વધુ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પર લિસ્ટ થશે.

vtv app promotion

IPOમાં મીશોના શેરનો રેટ 111 રૂપિયા છે. આ કંપનીના શેર ગ્રે માર્કેટમાં પહેલાથી જ 37.50 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. હાલમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ના આધારે મીશોના શેર 148 રૂપિયાથી વધુ ભાવે લિસ્ટ થઈ શકે છે. મીશોના IPOમાં શેર એલોકેશન 8 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થવાની શક્યતા છે. આ કંપનીના શેર બુધવાર 10 ડિસેમ્બરના રોજ બજારમાં લિસ્ટ થઇ શકે છે. મીશોના પબ્લીક ઇશ્યૂની સાઈઝ કુલ કદ 5421.20 કરોડ રૂપિયા સુધીની છે.

વધુ વાંચો : જેટ ગતિથી વધી ભારતની અર્થવ્યવસ્થા, 8.2%ના દરે GDP વૃદ્ધિનો અર્થ શું?, જાણો અહીં

રિટેલ ઇન્વેસ્ટર્સ મીશોના IPOમાં ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકે છે. IPOના એક લોટમાં 135 શેર હોય છે. મતલબ કે, રિટેલ રોકાણકારે એક લોટ માટે 14,985 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOના 13 લોટમાં કુલ 1755 શેર હોય છે. મીશો 2015 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. મીશો લિમિટેડ એક મલ્ટી સાઇડેડ  ટેકનોલોજી પ્લેટફોર્મ છે જે ગ્રાહકો, સેલર્સ, લોજિસ્ટિક્સ પર્તન્ત અને કન્ટેન્ટ ક્રિએટર્સને કનેક્ટ કરે છે. કંપની તેના ઈ-કોમર્સ માર્કેટપ્લેસનું સંચાલન મીશો બ્રાન્ડ નામ હેઠળ કરે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Meesho Stock Exchange
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ