બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ધર્મ / ટેરિફના ભય વચ્ચે RBIએ રેપો રેટ ઘટાડ્યો, કારથી લઈને ઘર સુધીની દરેક વસ્તુના ઘટશે EMI!

અસર / ટેરિફના ભય વચ્ચે RBIએ રેપો રેટ ઘટાડ્યો, કારથી લઈને ઘર સુધીની દરેક વસ્તુના ઘટશે EMI!

Priyankka Triveddi

Last Updated: 02:16 PM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસએ આજથી લાગુ કરેલ ટેરિફની વચ્ચે ભારતીય રિઝર્વ બેંકે 25 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી છે. આ સાથે, રેપો રેટ હવે ઘટીને 6 ટકા થઈ ગયો છે. જે એક રાહતના સમાચાર છે. ચાલો જાણીએ કે આ રેપો રેટણઆ ઘટાડાની સીધી અસર સામાન્ય લોકો પર શું થશે.

ભારતીય રિઝર્વ બેંકે બુધવારે 25 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી છે. આ સાથે રેપો રેટ હવે ઘટીને 6 ટકા થઈ ગયો છે. વર્ષ 2025માં આ બીજી વખત છે જ્યારે RBI એ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલી કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ બેઠકમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આના કારણે રેપો રેટ 6.50 થી ઘટીને 6.25 ટકા થયો. આજે 9 એપ્રિલના રોજ થયેલા ઘટાડા પછી તે ઘટીને 6 ટકા થઈ ગયો છે. ત્યારે ચાલો સમજીએ કે આનાથી આપણને કેટલો લાભ થશે.

રેપો રેટ એટલે શું?

જ્યારે આપણે બેંકમાંથી લોન લઈએ છીએ ત્યારે આપણે તેના પર વ્યાજ ચૂકવવું પડે છે. તેવી જ રીતે બેંકોને ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે પૈસાની જરૂર હોય છે અને આ કિસ્સાઓમાં બેંકો ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. આ લોન પર બેંકો રિઝર્વ બેંકને જે દરે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો RBI જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે.

સામાન્ય માણસ પર રેપો રેટની અસર

જો બેંકોને RBI તરફથી સસ્તા વ્યાજ દરે લોન મળે છે તો બેંકો પણ ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપશે. જો રેપો રેટ ઘટાડવામાં આવે તો બેંકોને ભંડોળ એકત્ર કરવા માટે ઓછો ખર્ચ કરવો પડશે. જો રેપો રેટ વધે છે તો બેંકોને પૈસા એકત્ર કરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે અને પરિણામે બેંકો ગ્રાહકોને ઊંચા વ્યાજ દરે લોન આપે છે. રેપો રેટને બેન્ચમાર્ક તરીકે સમજીએ તો જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પરનું વ્યાજ ઘટે છે. જ્યારે વ્યાજ દર ઓછો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે તેની અસર EMI પર પણ પડે છે. પરિણામે વ્યાજદર ઘટે છે અને વધુ લોકો લોન લે છે.

RBI

RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાની અસર

  • લોન સસ્તી થશે અને EMI ઓછું થશે
  • EMI ઘટશે તો ઘરના બજેટ પર ઓછો બોજ પડશે.
  • ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે, લોકોની ખરીદ શક્તિ વધશે
  • માર્કેટમાં લિકવિડિટી વધશે અને બજારમાં વધુ પૈસા ફરતા થશે
  • ઓટો અને રિયલ એસ્ટેટની માંગ વધશે.
  • EMI માં ઘટાડો અર્થતંત્રને વેગ આપશે

આ પણ વાંચો: સોનું ખરીદવાની 'ગોલ્ડન' તક ચૂકતા નહીં, ફરી ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

રેપો રેટમાં ઘટાડાથી આ લોકોને ફાયદો થશે

એક અહેવાલ મુજબ નિષ્ણાતો માને છે કે રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકો લોન પર વ્યાજ ઘટાડશે. આનાથી ફ્લોટિંગ રેટ પર હોમ લોન લેનારા ગ્રાહકોના EMIમાં ઘટાડો થશે. આ ઉપરાંત ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને પણ તેનો લાભ મળશે. હાલમાં હોમ લોન પર વ્યાજ 8.10-9.5%ની વચ્ચે છે. આજે રેપો રેટ ઘટાડ્યા પછી આમાં ઘટાડો થઈ શકે છે. ફક્ત હોમ લોન જ નહીં રેપો રેટમાં ઘટાડાથી કાર લોનના વ્યાજ પર પણ અસર પડશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Loan EMI Repo Rate RBI
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ