બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:56 AM, 9 April 2025
જો સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ ખાસ બની શકે છે. બુધવાર, 9 એપ્રિલના રોજ દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે 22 અને 22 કેરેટ સોના ભાવ પહેલાની સરખામણીમાં ઘટી ગયા છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 91,000 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 84,000 રૂપિયાને પાર છે. ચાલો જાણીએ મુંબઈ, ચેન્નઈ, લખનૌ, પટના સહિત દેશના 10 મોટા શહેરોમાં સોનાનો ભાવ કેટલો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સોનાના ભાવ અલગ-અલગ કેમ?
દરેક શહેરમાં સોનાના ભાવ અલગ અલગ કેમ હોય છે? બધા શહેરોમાં ભાવ સરખા કેમ નથી હોતા? સોનાની કિંમત ઘણી બાબતો પર આધાર રાખે છે અને તેમાં ટેક્સ સૌથી મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય સરકારો દ્વારા સોના પર સ્થાનિક કર લાદવામાં આવે છે, જે દરેક રાજ્ય અને શહેરમાં અલગ અલગ હોય છે, જેના કારણે સોનાના ભાવ અલગ અલગ હોય છે.
ADVERTISEMENT

કોણ નક્કી કરે છે સોનાના ભાવ?
ADVERTISEMENT
વિશ્વભરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. આપણા દેશમાં, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.
આ પણ વાંચો: એક્સાઇઝ ડ્યૂટી પછી આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.