બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નવરાત્રી પર મળશે ખુશખબર! GSTમાં ફેરફારને કારણે સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ

બિઝનેસ / નવરાત્રી પર મળશે ખુશખબર! GSTમાં ફેરફારને કારણે સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ

Last Updated: 04:24 PM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં માલ અને સેવા કર લાગુ થયા બાદ આઠ વર્ષ વીતી ગયા છે. પરંતુ તેના સ્લેબ અને ટેક્સની જટિલતાઓ અંગે ઉદ્યોગકારો તેમજ સામાન્ય લોકોમાં હજી સુધી ગૂંચવણ જોવા મળે છે. હવે કેન્દ્ર સરકાર જી.એસ.ટી.ને વધુ સરળ બનાવવાના પ્રયાસમાં લાગી છે.

15 ઓગસ્ટે લાલ કિલ્લેથી PM મોદીએ પોતાના સંબોધનમાં જીએસટીમાં ઘટાડાનો સંકેત આપ્યો હતો. સરકાર હાલના ચાર સ્લેબ 5%, 12%, 18% અને 28% ને ઘટાડી માત્ર બે સ્લેબ 5% અને 18% રાખવાની તૈયારી કરી રહી છે. 3-4 સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ખાસ કરીને ખાદ્યપદાર્થો અને ટેક્સટાઈલ પર 5% ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ ચર્ચાશે. જો આ નિર્ણય પસાર થશે તો સામાન્ય ગ્રાહકોને સસ્તા ભાવે સામાન મળશે તેમજ વેપારીઓ માટે ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનશે.

GST-NEW-LOGO

સિમેન્ટ પર ટેક્સમાં રાહત

હાલમાં સિમેન્ટ પર 28% ટેક્સ વસૂલ થાય છે, જે અત્યંત ઊંચો ગણાય છે. કાઉન્સિલ તેને ઘટાડીને 18% કરવાનો વિચાર કરી રહી છે. આથી ઘર કે રસ્તા જેવા બાંધકામના ખર્ચમાં સીધો ઘટાડો થશે. સેલૂન અને બ્યુટી પાર્લર પર હાલમાં લાગતો 18% ટેક્સ ઘટાડીને 5% કરવાની ચર્ચા ચાલી રહી છે. આથી આ સેવાઓ સામાન્ય વર્ગ માટે વધુ પરવડે તેવી બનશે. ઉપરાંત વ્યક્તિગત જીવન વીમા અને હેલ્થ ઇન્સ્યોરન્સ પરનો જીએસટી સંપૂર્ણપણે દૂર કરવાની યોજના પણ છે.

GST

સિસ્ટમ વધુ સરળ બનશે

હાલના ચાર સ્લેબને બદલે માત્ર બે જ સ્લેબ 5% અને 18% લાગુ કરવાના છે. આ ઉપરાંત લક્ઝરી કાર, સિગારેટ, દારૂ જેવી સિન ગુડ્સ પર 40% સુધી ટેક્સ વસૂલાત જાળવવાની યોજના છે.

વધુ વાંચો: PF અને PPFથી કમાણી કરતા હોય તો આ બાબતો જાણી લેજો, નહીંતર ફાયદાને બદલે નુકસાન

22 સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા

રિપોર્ટ્સ મુજબ નવી ટેક્સ વ્યવસ્થા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ તારીખ નવરાત્રિ ઉત્સવ સાથે મેળ ખાય છે, એટલે તહેવારોની ખરીદી વખતે ગ્રાહકોને સીધી રાહત મળશે. આમ ખાદ્યપદાર્થો, કપડાં, બાંધકામ સામગ્રી અને રોજિંદી સેવાઓ પર સીધી અસર પડશે અને સામાન્ય લોકોની ખિસ્સા પરનો બોજો ઘટશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Council Meeting GST GST Tax Slab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ