બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:45 AM, 22 November 2025
Medicines: દવાઓ માટે અમુક આવશ્યક કાચા માલ પર લઘુત્તમ આયાત ભાવ નક્કી કરવાથી દેશમાં દવાઓની કિંમત વધી શકે છે. આ નિર્ણય નાના ફાર્માસ્યુટિકલ એકમો પર અસર કરી શકે છે.
ADVERTISEMENT
દેશમાં જીએસટી દર ઘટાડ્યા પછી સરકારે હવે ફાર્માસ્યુટિકલ ઇનપુટ્સ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વપરાતા કાચા માલ માટે લઘુત્તમ આયાત ભાવ નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશમાં દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે. ફાર્મા ઇડસ્ટ્રીના ઘણા નિષ્ણાતોએ આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે અમુક આવશ્યક કાચા માલ પર MIP લાદવાથી API (સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો) અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની કિંમતમાં વધારો થશે. જ્યારે આ ખર્ચ વધશે, ત્યારે તેની અસર સીધી દર્દીઓ સુધી પહોંચશે, જેના કારણે દવાઓના ભાવમાં વધારો થશે.

ADVERTISEMENT
એક મીડિયા અહેવાલ મુજબ આ દરખાસ્તનો હેતુ ચીન જેવા દેશોમાંથી મોટા પાયે કાચા માલની આયાત ઘટાડવાનો છે, કારણ કે આ ભારતના સ્થાનિક ઉત્પાદકોની ટકાઉપણુંને અસર કરી શકે છે. જો કે ઘણા મેડિકલ એક્સપર્ટ આ પગલાને ભારતીય ફાર્મા સેક્ટર માટે નુકસાનકારક ગણાવી રહ્યા છે. ઇંડસ્ટ્રીના અધિકારીયોનું કહેવું છે કે એન્ટિબાયોટિક્સ દવામાં વપરાતા આ આવશ્યક ઘટકો પર એમઆઇપી લાદવાથી MSME પર મોટી અસર પડશે.

ADVERTISEMENT
અહેવાલો અનુસાર આનાથી 10,000 થી વધુ MSME એકમો પર અસર પડી શકે છે, અને ઘણાને બંધ કરવાની ફરજ પડી શકે છે. આના પરિણામે આશરે 200,000 નોકરીઓ ગુમાવી શકે છે. સપ્ટેમ્બરમાં સરકારે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ATS-8 માટે કિલોગ્રામ દીઠ 111 ડોલરની લઘુત્તમ આયાત કિંમત નક્કી કરી હતી. એક મહિના પછી સરકારે આવતા વર્ષે 30 સપ્ટેમ્બર સુધી સલ્ફાડિયાઝિન માટે કિલોગ્રામ દીઠ રૂ. 1,174 ની MIP પણ જાહેર કરી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઊંધા માથે પટકાયું શેરબજાર, એક કારણથી રોકાણકારોના 4500000000000 રૂપિયા સ્વાહા
પોજિટિક સાઇડ
ADVERTISEMENT
કેટલાક નિષ્ણાતો માને છે કે આ સરકારના આ પગલાને આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત સંકેત છે, કારણ કે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ કાચા માલ માટે ચીન પર ભારે નિર્ભર છે. 2020 માં સરકારે આ નિર્ભરતા ઘટાડવા માટે ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી, સ્થાનિક કંપનીઓને આવશ્યક કાચા માલના ઉત્પાદનમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.