બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bus of youth going to police training overturns near Vana village of Surendranagar

દુર્ઘટના / સુરેન્દ્રનગરના વણા ગામ પાસે પોલીસ ટ્રેનિંગમાં જઈ રહેલા યુવાનોની બસ પલટી, 40થી વધુ ઘવાયા, અકસ્માતનું કારણ આવ્યું સામે

Malay

Last Updated: 08:05 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Accident News: સુરેન્દ્રનગરથી જૂનાગઢ જતી ST બસને વણા ગામ નજીક નડ્યો અકસ્માત, ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી જતા 40થી વધુ મુસાફરોને ઈજા.

  • સુરેન્દ્રનગરના વણા ગામ પાસે ST બસનો અકસ્માત
  • 40થી વધુ મુસાફરો ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા
  • પોલીસની ટ્રેનિંગ માટે જઈ રહેલા યુવક અને યુવતી બસમાં હતા સવાર

Surendranagar Accident News: આજે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં બસ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને  પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસની કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

40થી વધુ લોકોને પહોંચી ઈજા
પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વણા ગામ નજીક બસ પલટી મારી જતા 40થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

જૂનાગઢ જઈ રહી હતી ST બસ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બસમાં સવાર મુસાફરો પૈકી સૌથી વધુ પોલીસની ટ્રેનિંગ માટે જઈ રહેલા યુવક અને યુવતી બસમાં સવાર હતા. આ બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી અને વણા નજીક અકસ્માતનો ભોગ બની હતી. 

પાટણમાં પણ સર્જાયો અકસ્માત
પાટણના સાંતલપુર તાલુકાના સિધાડાથી બાબરા ગામના હાઇવે માર્ગ પર એસટી બસનો અકસ્માત સર્જાયો છે. એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુુમાવાત બસ પલટી મારી જતા 10થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખેડબ્રહ્માથી ગાંધીધામ રૂટની એસટી બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો સવાર હતા. હાલ 5 મુસાફરોને સંતાલપુર રેફરલ હોસ્પિટલ અને અન્ય મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar accident police training surendranagar news પોલીસ ટ્રેનિંગ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અકસ્માત Surendranagar Accident News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ