બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Bumrah creates record on return to international cricket, gets place in Rohit-Kohli's list

IND Vs IRE / ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા જ બુમરાહે સર્જ્યો રેકોર્ડ, મેળવ્યું રોહિત-કોહલીના લિસ્ટમાં સ્થાન

Megha

Last Updated: 09:12 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs IRE: જસપ્રિત બુમરાહે 11 મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત આપવી, સાથે જ T20 ઇન્ટરનેશનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ'  બનનાર બુમરાહે ઘણા નવા રેકોર્ડ પણ સર્જ્યા છે.

  • જસપ્રિત બુમરાહે 11 મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું 
  • પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો 
  • બુમરાહને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો

India vs Ireland Jasprit Bumrah:આયર્લેન્ડ પ્રવાસ પર જસપ્રિત બુમરાહે 11 મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા 2022માં જ્યારે તેને ઈજા પહેલા છેલ્લી મેચ રમી ત્યારે ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના 50 રન આપ્યા હતા પણ ભારત માટે 327 દિવસ રમ્યા બાદ તેણે આયર્લેન્ડ સામે 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. લાંબા સમયથી ટીમની બહાર રહેલો જસપ્રીત બુમરાહ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે અને તેને અર્શદીપને પણ પાછળ છોડી દીધો.

જસપ્રીત બુમરાહે અર્શદીપને પાછળ છોડી દીધો
ભારત માટે T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે. તેણે 47 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ 23 વિકેટ સાથે આ યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર યુવા બોલર અર્શદીપ છે જેને 21 વિકેટ લીધી છે. અશ્વિન 16 વિકેટ સાથે ચોથા નંબર પર છે. આશિષ નેહરાએ 15 અને વોશિંગ્ટન સુંદરે 15 વિકેટ ઝડપી છે.

બુમરાહને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો
ભારતે T20 સીરિઝની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી ડકવર્થ લુઈસ નિયમથી ભારતને જીત મળી. આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો હતો. તેને રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે આ મેચ માટે બુમરાહને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

રોહિત અને કોહલીની લિસ્ટમાં સ્થાન
બુમરાહ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 'પ્લેયર ઓફ ધ મેચ' જીતનારો ભારતીય ખેલાડી બની ગયો છે. બુમરાહ પહેલા રોહિત, કોહલી અને સુરેશ રૈના આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ભારતીય ખેલાડીઓની યાદીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતવાનો રેકોર્ડ રોહિતના નામે છે. તેણે 5 ટાઇટલ જીત્યા છે. કોહલી બીજા નંબર પર છે. તેણે 3 ટાઇટલ જીત્યા છે. બુમરાહ અને રૈનાએ એક-એક વખત આ એવોર્ડ જીત્યો છે.

બુમરાહે વિકેટ લઈને આર અશ્વિનની બરાબરી કરી 
બુમરાહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, જેની સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં આર અશ્વિનની બરાબરી કરી હતી. મેચમાં બુમરાહે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચ સાથે, બુમરાહે T20 આંતરરાષ્ટ્રીયમાં વિકેટ લેવાના મામલે અનુભવી સ્પિનર આર અશ્વિનની બરાબરી કરી લીધી. બુમરાહે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં 72 વિકેટ લીધી હતી. અશ્વિને ટી20 ઈન્ટરનેશનલમાં પણ અત્યાર સુધી માત્ર 72 વિકેટ લીધી છે. બુમરાહ T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો ચોથો બોલર બન્યો છે.

T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર 
યુઝવેન્દ્ર ચહલ - 96 વિકેટ (80 મેચ) 
ભુવનેશ્વર કુમાર - 90 વિકેટ (87 મેચ) 
હાર્દિક પંડ્યા - 73 વિકેટ (92 મેચ) 
જસપ્રીત બુમરાહ - 72 વિકેટ (61 મેચ) 
આર અશ્વિન - 72 વિકેટ (65 મેચ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ