બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bukani dhari gang terror in junagadh visavadar bhutdi village

ડરનો માહોલ / જૂનાગઢમાં એવું તો શું થયું કે ખભે બંદૂક લઈને આવ્યા ધારાસભ્ય, 20 દિવસથી દહેશતમાં રહેતા ખેડૂતોને આપ્યું આશ્વાસન

Dhruv

Last Updated: 03:39 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસાવદરનાં ભૂતડી ગામમાં બૂકાનીધારી ટોળકીનાં આતંકથી ખેડૂતોમાં ફફડાટ. ખુદ ધારાસભ્ય હર્ષદ રિબડીયા બંદૂક લઇને ભૂતડી ગામ પહોંચ્યા હતા.

  • વિસાવદરના ભૂતડી ગામમાં બુકાનીધારી ગેંગનો આતંક
  • રાત્રિના સમયે બુકાનીધારી ગેંગ ખેડૂતોને ઓરડામાં પૂરી દે છે
  • ખુદ MLA હર્ષદ રિબડીયા બંદૂક લઇને ભૂતડી ગામ પહોંચ્યા

જૂનાગઢના વિસાવદરના ભૂતડી ગામમાં બુકાનીધારી ગેંગનો આતંક છે. રાત્રિના સમયે બુકાનીધારી ગેંગ ખેડૂતોને ઘરમાં પુરી દઇને ધમકીઓ આપે છે. આ બુકાનીધારી ગેંગનો એટલો બધો ત્રાસ છે કે ખેડૂતો સૂતા હોય એ સમયે તે લોકો ઘરનો દરવાજો બહારથી બંધ કરી દે છે. બુકાનઘારી ગેંગ દરવાજો બંધ કરીને દરવાજા પર લાતો મારી ખેડૂતોને ધમકી આપે છે.

છેલ્લા 20 દિવસથી બુકાનીધારી ગેંગે મચાવ્યો છે તરખાટ

ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોએ MLA હર્ષદ રિબડીયાને ફોન કર્યો હતો. આથી MLA હર્ષદ રિબડીયા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. MLA હર્ષદ રિબડીયા બંદૂક લઇને ભૂતડી ગામ પહોંચ્યા હતા. રાત્રે ભૂતડી ગામે MLA રિબડીયાએ પોલીસને પણ બોલાવી હતી.  આથી MLA રિબડીયાએ પોલીસ સમક્ષ બુકાનીધારી ગેંગને પકડવા માટેની રજૂઆત પણ કરી હતી. 
મહત્વનું છે કે, છેલ્લા 20 દિવસથી અહીં બુકાનીધારી ગેંગે તરખાટ મચાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોઢા પર બુકાની બાંધીને બુકાનીધારી ગેંગના છ જેટલા શખ્સોએ ખેતરે આવી ધમકીઓ આપી હતી. ખેડૂતોને મકાનના ઓરડામાં પૂરી દે છે.

કેટલાક અસામાજિક તત્ત્વો ખેડૂતોને કરી રહ્યાં છે પરેશાન: હર્ષદ રીબડીયા

મહત્વનું છે કે, આ અંગે ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા વીસેક દિવસથી કેટલાક અસામાજિક તત્ત્વો રાત્રીના સમયે અલગ-અલગ ખેડૂતોની વાડીએ જઈ ખેડૂતો મકાનમાં સૂતા હોય ત્યારે મકાનના બારણે પાટા મારીને ધમકીઓ આપે છે. આ પ્રકારે ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી હતી. આથી તેઓ ભુતડી ગામે દોડી ગયા હતા અને રાત્રીના દસ વાગ્યાની આસપાસ ખેતમજૂર વિરોધીઓ એટલે કે બુકાનીધારી ગેંગની શાન ઠેકાણે લાવવા બંદૂક લઈને પહોંચી ગયા હતા.

આ સમગ્ર મામલે વિસાવદરના PI આર. બી. ગઢવીનું કહેવું છે કે, ખેડૂતોને બુકાનીધારીઓ હેરાન કરતા હોવાની ખેડૂતો અને ધારાસભ્યની ફરિયાદ મળી છે. આથી પોલીસ આ મામલે તપાસ માટે ગઈ હતી. તેમજ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવીને અલગ-અલગ વિસ્તારમાં તપાસ માટે ગોઠવી દેવાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ