બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે બુદ્ધ પૂર્ણિમા પર મહાયોગ! આ રાશિઓ પર લક્ષ્મી વરસી પડશે, અપાર ધનલાભના સંકેત

Budha Purnima 2024 / આજે બુદ્ધ પૂર્ણિમા પર મહાયોગ! આ રાશિઓ પર લક્ષ્મી વરસી પડશે, અપાર ધનલાભના સંકેત

Last Updated: 09:40 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budha Purnima 2024: વૈશાખ પૂર્ણિમા અથવા તો બુદ્ધ પૂર્ણિમા પર ખૂબ જ શુભ યોગ ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. પૂર્ણિમાના દિવસે ગજલક્ષ્મી રાજયોગનું બનવું 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને ધન આપનાર છે.

વૈશાખી પૂનમને બુદ્ધ પૂર્ણિમા કહે છે અને આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા આજે 23મે 2024, ગુરૂવારે છે. હિંદૂ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મના લોકો માટે પણ આ પૂર્ણિમા ખૂબ જ ખાસ હોય છે. વૈશાખ પૂનમના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને આ તિથિ પર બોધગયામાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

lakshmi-2

બુદ્ધ પૂર્ણિમા પર ગજલક્ષ્મી રાજયોગ

બુદ્ધ પૂર્ણિમાના દિવસે વૃષભ રાશિમાં ગુરૂ અને શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. આ યોગ માતા લક્ષ્મીની કૃપા આપનાર છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગજલક્ષ્મી યોગ જેવા શુભ યોગનું બનવું 4 રાશિના લોકોના જીવનમાં શુભ દિવસોની શરૂઆત કરશે.

વૃષભ

બુદ્ધ પૂર્ણિમા વૃષભ રાશિના લોકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત કરશે. તમને તે સફળતા કે પ્રમોશન મળી શકે છે. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. માતા લક્ષ્મી ખૂબ ધન આપશે. સેલેરી, ઈનકમમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિ ઝડપથી સારી થવા લાગશે.

rashi-2_62

કર્ક

બુદ્ધ પૂર્ણિમા કર્ક રાશિના લોકો માટે શુભ છે. વર્કપ્લેસ પર પ્રગતિ મેળવવાના યોગ બની રહ્યા છે. તમારા કામના વખાણ થશે. વેપારીઓ માટે પણ સમય સારો છે. જે લોકો નવું કામ શરૂ કરવા માંગે છે તેમના માટે સમય શુભ છે. પારિવારિક જીવન પણ સારૂ રહેશે.

સિંહ

બુદ્ધ પૂર્ણિમા સિંહ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને વેપારી જાતકોને મોટો લાભ થઈ શકે છે. મોટો ઓર્ડર મળી શકે છે. નફો કમાઈ શકો છો. લાંબા સમય બાદ કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી શકશો. ધન લાભ થશે. બેંક બેલેન્સ વધશે.

વધુ વાંચો: આંકડા બોલે છે! IPLમાં 6 વર્ષનો મેજિકલ સંયોગ! જો પુનરાવર્તન થશે તો આ ટીમની જીત પાક્કી

તુલા

બુદ્ધ પૂર્ણિમા તુલા રાશિના લોકો માટે ખૂબ જ લાભ આપનાર સાબિત થશે. આ જાતકોને ધન લાભ થશે. તમારી બધી આર્થિક સમસ્યાઓ પુરી થઈ જશે. તમારા કામ ઝડપથી પુરા થશે. વેપારી જાતકોને પણ લાભ થશે. તમારો યશ વધશે. લાંબા સમય બાદ ખુશ અને સંતુષ્ટ અનુભવ કરશો.

સંકળાયેલા મુદ્દાઓ

Lucky ધનલાભ બુદ્ધ પૂર્ણિમા Zodiac Signs Maha Yog Budha Purnima 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ