બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આંકડા બોલે છે! IPLમાં 6 વર્ષનો મેજિકલ સંયોગ! જો પુનરાવર્તન થશે તો આ ટીમની જીત પાક્કી

KKR / આંકડા બોલે છે! IPLમાં 6 વર્ષનો મેજિકલ સંયોગ! જો પુનરાવર્તન થશે તો આ ટીમની જીત પાક્કી

Last Updated: 08:44 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: IPL 2024 સીઝનની ફાઈનલ મેચ 26 મેએ ચેન્નાઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પહેલા ક્વોલિફાયરમાં જીત નોંધાવી KKRએ પહેલા જ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. પરંતુ આ વખતે KKR ટીમ માટે શુભ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે.

IPL 2024 હવે પોતાની ફાઈનલ મેચની તરફ ધીરે ધીરે વધી રહ્યું છે. પહેલા ક્વોલિફાયરમાં ધાંસૂ અંદાજમાં જીત નોંધાવીને કોલકત્તા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં ચોથી વખત એન્ટ્રી મારી લીધી છે. જ્યારે અહીં મેચ હારનાર સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને હવે ક્વોલિફાયર-2 રમવું પડશે.

આ બીજી ક્વોલિફાયર મેચ 24મેએ ચેન્નાઈમાં રમાશે. આ મેચમાં હૈદરાબાદની ટક્કર સંજૂ સેમસનની કેપ્ટન્સી વાળી રાજસ્થાન રોયલ્સ સાથે થશે. આરસીબીએ એલિમિનેટર મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટથી હરાવી છે.

ક્વોલિફાયર-1ની વિજેતા ટીમ જ બને છે ચેમ્પિયન

શ્રેયસ અય્યરની કેપ્ટન્સી વાળી કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલી ક્વોલિફાયર-1 છે. હકીકતે આ ગજબ સંયોગ ક્વોલિફાયર-1 મેચ સાથે જોડાયેલો છે. 2018થી આ સિલસિલો શરૂ થયો છે. તેમાં પહેલી ક્વોલિફાયર મેચ જીતનાર ટીમ જ ટ્રોફી જીતી હતી.

વધુ વાંચો: VIDEO: 17 સિઝન રમ્યા બાદ દિનેશ કાર્તિકે ભારે હૈયે IPLને કહ્યું અલવિદા! અપાયું ગાર્ડ ઓફ ઓનર

સરળ શબ્દોમાં કહીએ તો 2018 એટલે કે છેલ્લી 6 સીઝનથી ક્વોલિફાયર-1 મેચ જીતનાર ટીમ જ ટ્રોફી જીતી રહી છે. આ સમય દરમિયાન એક પણ વખત એવું નથી થયું કે ક્વોલિફાયર-2ની વિજેતા ટ્રોફી જીતી હોય. જો આ વખતે પણ એવું થયું તો પછી KKR ટીમ ટ્રોફી જીતે તે નક્કી છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL Trophy Qualifier 1 ચિદંમ્બરમ સ્ટેડિયમ IPL 2024 KKR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ