બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: 17 સિઝન રમ્યા બાદ દિનેશ કાર્તિકે ભારે હૈયે IPLને કહ્યું અલવિદા! અપાયું ગાર્ડ ઓફ ઓનર

IPL 2024 / VIDEO: 17 સિઝન રમ્યા બાદ દિનેશ કાર્તિકે ભારે હૈયે IPLને કહ્યું અલવિદા! અપાયું ગાર્ડ ઓફ ઓનર

Last Updated: 08:29 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dinesh Karthik Retirement: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટ કીપર બેટ્સમેન દિનેસ કાર્તિકે રાજસ્થાન રોયલ્સ દ્વારા IPL 2024ના એલિમિનેટર મેચમાં મળેલી હારની સાથે IPLને અલવિદા કહી દીધુ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે IPL 2024ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના સામે મળેલી હાર બાદ આઈપીએલને અલવિદા કહી દીધુ છે.

આરસીબીના ખેલાડીઓએ મેચ બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું, તે વખતે કાર્તિકના હાથમાં ગ્લવ્સ હતા અને તે બાકી ખેલાડીઓ અને ફેંસનો ધ્યન્યવાદ કરી રહ્યા હતા. કાર્તિકે જોકે હજુ સુધી ઓફિશ્યલ રીતે પોતાના રિટાયરમેન્ટની જાહેરાત નથી કરી. પરંતુ આ બધી વસ્તુઓ જણાવે છે કે તેમણે પોતાની છેલ્લી આઈપીએલ મેચ રમી છે.

કેવું રહ્યું દિનેશ કાર્તિકનું આઈપીએલ કરિયર

દિનેશ કાર્તિક આઈપીએલના ઈતિહાસના એ સિલેક્ટેડ ખેલાડીઓની યાદીમાં શામેલ છે. જે આઈપીએલ 2008થી લઈને 2024 સુધી દરેક 17 સીઝનનો ભાગ રહ્યા છે. કાર્તિકે કુલ 6 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું અને તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટન્સી પણ કરી હતી. દિનેશ કાર્તિકે આઈપીએલના એકમાત્ર ટ્રોફી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રહેતા 2013માં જીતી.

દિનેશ કાર્તિકે પોતાની આઈપીએલ સફરની શરૂઆત દિલ્હી કેપિટલ્સની સાથે શરૂ કરી હતી. ત્યાર બાદ તે પંજાબ કિંગ્સ (2011), મુંબઈ ઈન્ડિયન્સ (2012-23), ગુજરાત લાયંસ (2016-17), કોલકાતા નાઈટ રાઈડર્સ (2018-2021) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2015, 2022-2024)નો ભાગ રહ્યા છે.

વધુ વાંચો: અભિનેતા શાહરૂખ ખાનને લાગી લૂ, અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ

આરસીબીના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપીને દિનેશ કાર્તિકને વિદાય આપી. ત્યાં જ વિરાટ કોહલીએ તેમને ગળે લગાવ્યા અને તાલિયો સાથે તેમના અદ્ભૂત કરિયરની સરાહના કરી.

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Dinesh Karthik રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 RR Vs RCB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ