બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 PM, 16 June 2024
ઉત્તરપ્રદેશના લખનઉમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સલૂનના કર્મચારીએ એક ગ્રાહક સાથે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું. તેણે ગ્રાહકના ચહેરા પર થૂંક લગાવી માલિશ કરી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ગ્રાહકે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. આ પછી ગ્રાહકે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કર્મચારી સામે કેસ દાખલ કર્યો છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વીડિયોમાં સુલન કર્મચારીને થુંકથી માલિશ કરતો જોઇ શકાય છે
સોશિયલ મીડિયા પર સલુન કર્મચારીની આ ઘૃણાસ્પદ હરકતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલૂનનો કર્મચારી ગ્રાહકના ચહેરાની થૂંકથી માલિશ કરતો જોઈ શકાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયો જોઇને લોકો ચોંકી ગયા હતા.
ADVERTISEMENT
મસાજ દરમ્યાન ગ્રાહક આંખો બંધ કરી રિલેક્સ થઇ રહ્યો હતો
આંખો બંધ કર્યા પછી ગ્રાહક તો રિલેક્સ થવા લાગ્યો. પરંતુ એ દરમ્યાન જ ફેસ મસાજ કરનાર કર્મચારી ગ્રાહકના ચહેરા પર ક્રિમને રગડતા રગડતા પોતાનો હાથ મો પાસે લઇ ગયો અને તેમાં થુંક લગાવી દીધું.. આ થુંકને એ જ ક્રિમ સાથે રગડીને તેણે ગ્રાહકના ચહેર પર ઘસવાનું શરૂ કરી દીધું. આંખ બંધ કરી રિલેક્સ કરતા ગ્રાહકને એ વાતનો અંદાજ પણ ન આવ્યો કે તેની સાથે શું હરકત કરવામાં આવી છે.
સીસીટીવીના આધારે સામે આવી હકીકત
આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ગ્રાહકે શંકાના આધારે દુકાનમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી. સીસીટીવી તપાસ્યા બાદ જાણવા મળ્યું કે ઝૈદ નામનો સલૂન કર્મચારી તેના ચહેરાની થૂંકથી માલિશ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનની ટ્રાયલ લેવા માટેનો ટ્રેક તૈયાર, મુંબઈ કે ગુજરાત નહીં આ રાજ્યમાં પહેલા દોડશે બુલેટ ટ્રેન
સલુન કર્મચારીની ધરપકડ
ગ્રાહકે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સલૂન કર્મચારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સલૂનના કર્મચારી ઝૈદની આ કેસની તપાસ બાદ લખનૌ પોલીસે ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT