બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 26 July 2024
BSNL Data Leaked : હાલ BSNLમાં પોર્ટ કરાવનારા ગ્રાહકો વધવાની વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સરકારની માલિકીની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ તાજેતરમાં મોટા ડેટા લીકનો શિકાર બની હતી.હવે સરકારે પણ આ ડેટા લીકનો સ્વીકાર કર્યો છે. ભારત સરકારે પુષ્ટિ કરી છે કે, આ વર્ષના મે મહિનામાં BSNLના લાખો ગ્રાહકોનો ડેટા લીક થયો છે. આ સાથે લોકોની અંગત માહિતી લીક થવાનું જોખમ પણ વધી ગયું છે.
ADVERTISEMENT

વાસ્તવમાં આ વર્ષે મે મહિનામાં હેકર્સે BSNL સિસ્ટમમાં તોડ કરીને મોટી માત્રામાં ડેટાની ચોરી કરી હતી. આ ડેટામાં સબસ્ક્રાઈબર્સના નામ, સરનામા, ફોન નંબર અને અન્ય અંગત માહિતી સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ખતરો એ છે કે,ચોરી થયેલ ડેટાનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડી, ઓળખની ચોરી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. શરૂઆતમાં ડેટા લીકને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે સરકારે તેની માહિતી આપી છે.
ADVERTISEMENT

હવે જાણો સરકાર શું પગલાં લઈ રહી છે?
ADVERTISEMENT
સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. લોકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય સબ્સ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન પાસવર્ડ તાત્કાલિક બદલવાની પણ સલાહ આપવામાં આવી છે.
વધુ વાંચો : ગુજરાત-મહારાષ્ટ્ર પર આફતનો વરસાદ! કુલ 63ના મોત! IMDની એલર્ટ આપતી આગાહી
ADVERTISEMENT
સરકાર દ્વારા લોકોને અજાણ્યા નંબરોથી આવતા કોલ વિશે પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ડેટા સુરક્ષાને લઈને પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે. લીક થયેલા ડેટાની મદદથી હેકર્સ યુઝર્સને પોતાનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો તમારી સાથે કોઈ શંકાસ્પદ લેવડદેવડ થાય છે તો તરત જ બેંકનો સંપર્ક કરો અને સાવચેત રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.