બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Britain PM Rishi Sunak reached Delhi to Attend G20 Summit, Minister Ashwini choubey gifted him rudraksh

દિલ્હી / G20 સમિટ: બ્રિટનનાં PM ઋષિ સુનક ભારત પધાર્યાં! 'જય સિયારામ' સાથે થયું અભિવાદન, મંત્રીએ ભેટમાં આપી હનુમાન ચાલીસા

Vaidehi

Last Updated: 05:38 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જી20 સમિટમાં જોડાવા માટે બ્રિટનનાં PM ઋષિ સુનક દિલ્હી પહોંચી ગયાં છે. ભારતની ધરતી પર સુનકનું સ્વાગત 'જય સિયારામ'નાં અભિવાદન સાથે કરવામાં આવ્યું.

  • G20 સમિટમાં જોડાવા વિદેશી મહેમાનો પધાર્યા
  • બ્રિટનનાં PM ઋષિ સુનકનું અભિવાનદન જય સિયારામ સાથે થયું
  • કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ હનુમાન ચાલીસા અને રૂદ્રાક્ષ ભેટમાં આપ્યાં

રાજધાની દિલ્હીમાં G20 સમિટ માટે વિદેશી મહેમાનો પધારવા માંડ્યા છે. બ્રિટનનાં PM ઋષિ સુનક દિલ્હી પહોંચી ગયાં છે. ભારતની ધરા પર સુનકનું સ્વાગત જય સિયારામ સાથે કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે તેમને રિસીવ કરવા એરપોર્ટ પહોંચી હતી.  

મંત્રીએ દેશની આધ્યાત્મિક સંસ્કૃતિનો આપ્યો પરિચય
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનાં મીડિયા સલાહકાર પંકજ મિશ્રાએ જણાવ્યું કે સ્વાગત દરમિયાન કેન્દ્રીય મંત્રી ચૌબેએ બ્રિટનનાં પ્રધાનમંત્રીનું તેમના પૂર્વજોની ધરતી પર જય સિયારામનાં અભિવાદનથી સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રીએ ઋષિ સુનકને જણાવ્યું કે તેઓ બિહારનાં બક્સરથી સાંસદ છે. બક્સર આધ્યાત્મિક રૂપે પ્રાચીનકાળથી પ્રસિદ્ધ નગર છે જ્યાં ભગવાન શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણે ગુરુ મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી શિક્ષા દીક્ષા લીધી હતી અને તાડકાસુરનો વધ કર્યો હતો. 

ભેટમાં રુદ્રાક્ષ આપ્યું
એટલું જ નહીં મંત્રીએ અયોધ્યા બક્સર સહિત માં જાનકીનાં જન્મસ્થળ સીતામઢી અને બાંકાનાં મંદાર પર્વતની આધ્યાત્મિક સંસ્કૃતિથી પણ પ્રધાનમંત્રી સુનક અને તેમની પત્નીને અવગત કરાવ્યું. આ સાથે જ મંત્રીએ સુનકને રૂદ્રાક્ષ, શ્રીમદભગવદગીતા અને હનુમાન ચાલીસા ભેટમાં આપી.

આજથી દ્વિપક્ષીય બેઠકો શરૂ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ એલકેએમમાં મોરીશસ, બાંગ્લાદેસી અને અમેરિકી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, ત્યારપછી 9 સપ્ટેમ્બરના રોજ બ્રિટન, જાપાન, જર્મની અને ઈટાલીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરના રોજ ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો સાથે વર્કિંગ લંચ મીટિંગ કરશે. કેનેડાની સાથે અલગ બેટક કરશે અને કોમોરોસ, તુર્કી, UAE, દક્ષિણ કોરિયા, ઈયૂ/ઈસી, બ્રાઝિલ અને નાઈજીરિયાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ