બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Bridge collapses during sixth puja, over 12 people fall into river

BIG NEWS / ગુજરાત બાદ UPમાં મોટી દુર્ઘટના: છઠ્ઠ પૂજા દરમિયાન બ્રિજ ધરાશાયી, નદીમાં 12થી વધુ લોકો પડ્યા

Vishal Khamar

Last Updated: 06:48 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદૌલી જીલ્લાના એએસપી સુખરામ ભારતીએ જણાવ્યું કે આ અકસ્માત છઠ પૂજા દરમિયાન થયો હતો. કેટલાક લોકો પુર પર ઉભા હતા ત્યારે અચાનક પુલ ધરાશાયી થયો હતો. જો કે કોઈને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી.

  • ઉત્તર પ્રદેશનાં ચંદૌલી જીલ્લામાં સર્જાયો હતો અકસ્માત
  • છઠ પૂજા દરમ્યાન પુલ અચાનક તૂટી પડ્યો
  • જેના કારણે પુલ પર ઉભેલા 12 થી વધુ લોકો નદીમાં પડ્યા 

 ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સોમવારે ઉત્તર પ્રદેશનાં ચંદૌલી જીલ્લામાં અકસ્માત સર્જાયો હતો. છઠ પૂજા દરમ્યાન કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર ઉભેલા 12 થી વધુ લોકો નદીમાં પડી ગયા હતા. લોકોને નદીમાં પડતા જોઈને ચારેબાજુ બૂમો પડી ગઈ હતી. જો કે  નદીમાં પાણી ઓછું હોવાથી કોઈ ડૂબ્યું ન હતું તે નસીબદાર હતા. ઉતાવળમાં આસપાસના ગ્રામજનોએ બધાને સલામત રીતે બહાર કાઢ્યા. પોલીસને ધટનાની જાણ થતા ત્યાં પહોંચી હતી અને અકસ્માતની માહિતી મેળવીને પરત ફરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ, આ અકસ્માત જીલ્લાના ચકિયા કોતવાલી વિસ્તારના સરૈયા ગામમાં થયો હતો. ચાર દિવસીય છઠ પર્વનો આજે છેલ્લો દિવસ હતો. આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને 36 કલાકના નિર્જળા ઉપવાસ તોડે છે. આ કારણોસર સરૈયા ગામમાંથી વહેતી કરમશા નદી પાસે વહેલી સવારથી જ મહિલાઓ એકત્ર થઈ ગઈ હતી. નદી પાસે મહિલાઓ પૂજા કરી રહી હતી. તેની સાથે આવેલા પરિવારના સભ્યો નદીના પુલ પર ઉભા રહી પૂજા નિહાળી રહ્યા હતા.

ગ્રામજનોએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા
આ દરમિયાન અચાનક નદી પર બનેલો પુલ પડી ગયો હતો. પુલ પર 12 થી વધારે લોકો ઉભા હતા. જે તમામ લોકો નદીમાં પડી ગયા હતા. નદી પરનો પુલ પડતાની સાથે જ ત્યાં લોકો બુમો પાડતા હતા. જે અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પણ સદનસીબે નદીમાં પાણી ઓછું હતું. ગ્રામજનોએ ઝડપથી તમામને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માતને જોતા ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જોકે નદીમાંથી તમામને સુરક્ષિ બહાર કાઢવામાં આવતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
અકસ્માતની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા પોલીસ પરત ફરી હતી. એએસપી નક્સલ સુખરામ ભારતીએ જણાવ્યું કે આ અકસ્માત છઠ પૂજા દરમ્યાન થયો હતો. કેટલાક લોકો પુલ પર ઉભા હતા. ત્યારે અચાનક પુર ધરાશાયી થયો હતો. જોકે કોઈને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોચી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ