બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Boycott of education in Amreli because there is only one teacher in class 4

રોષ / વિદ્યાર્થીઓને તો ભણવું છે પણ ધોરણ 4માં એક જ શિક્ષક : પાંચ તલાવડા ગામે શિક્ષણનો બહિષ્કાર

Khyati

Last Updated: 06:04 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી-લીલીયાના પાંચ તલાવડામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા, બાળકોને ભણવુ છે પણ શિક્ષક એક જ છે, વાલીઓએ ચાલુ સ્કૂલે બાળકોને ઘરે લઇને આવ્યા

  • અમરેલીમાં શિક્ષણની અધોગતિ
  • પાંચ તલાવડા ગામમાં શિક્ષકોની અછત
  • એક માત્ર શિક્ષકથી ચાલે છે સ્કૂલ

ગુજરાતમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ અને ગુણવત્તાસભર શિક્ષણ અપાતુ હોવાની વાતો કરવામાં આવે છે. શાળાઓ હાઇટેક બનાવવામાં આવે છે. ડિઝિટલ શિક્ષણ આપવામાં આવે છે તો બીજી તરફ એવી પણ શાળાઓ છે જ્યાં બાળકોને ભણવુ છે પણ ભણી શકતા નથી. કારણ કે શિક્ષકો જ નથી. બાળકોને ભણાવે કોણ ?

લિલિયાનાં પાંચ તલાવડી શાળામાં શિક્ષકોનો અભાવ

આ વાત છે અમરેલીના લિલિયાના પાંચ તલાવડા ગામની. અહીં વાલીઓ શાળાએથી બાળકોને ઘરે લઇ આવ્યા. કારણ કે ધોરણ 4ના બાળકો માટે એક જ શિક્ષક છે અને તે પણ પ્રજ્ઞાચક્ષુ. પાંચ તલાવડાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી. શાળામાં 6 શિક્ષકો છે પણ 3-4 તો અન્ય કોઇકામગીરીમાં વ્યસ્ત હોય છે જ્યારે ધોરણ 4માં તો માત્ર એક જ શિક્ષક હોવાથી શાળામાં વિદ્યાર્થીઓ જોઇએ તેવો અભ્યાસ કરી શકતા ન હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો.  શિક્ષકોની ઘટ વર્તાતા સરપંચ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો. 

વાલીઓએ શિક્ષકોની ભરતી કરવા કરી માંગ નહી તો..

મહત્વનુ છે કે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતનો મત વિસ્તાર છે. તેમના જ મત વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર થતા ચોમેર ચર્ચાનો દોર શરૂ થયો છે. પોતાના જ મત વિસ્તારમાં શિક્ષણને લઇને આવી લાલિયાવાડી છે તો અન્ય ગામોમાં તો ખબર નહી કેવી સ્થિતિ હશે ? હાલ તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાને કારણે વાલીઓ ચાલુ શાળઆએ જ બાળકોને ઘરે લઇને આવ્યા હતા.  આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરી હતી. 5 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો શાળામાંથી LC કઢાવી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ