બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:18 PM, 17 December 2024
Mumbai Viral Video : સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે દર્દનાકની સાથે ચેતવણીજનક પણ છે. વાસ્તવમાં આ વિડીયોમાં એક છોકરો ગ્રાઇન્ડીંગ મશીનમાં પીસતો જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરો ગ્રાઇન્ડિંગ મશીન પાસે ઊભો છે અને તેમાં કંઈક પીસી રહ્યો છે. પછી છોકરો એ મશીનમાં ફસાઈ જાય છે અને એ જ મશીનમાં કચડાઈ જાય છે. આ ઘટનાનો વીડિયો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Trigger Warning : Disturbing Visuals
— Sneha Mordani (@snehamordani) December 17, 2024
Horrific accident in Mumbai
19-year-old Suraj Yadav dies in tragic grinder accident at Worli food stall; owner booked for negligence. pic.twitter.com/CTwqdTeoCg
કામ કરતી વખતે છોકરો ગ્રાઇન્ડરમાં કચડાઈ ગયો
ADVERTISEMENT
આ વીડિયોને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના મુંબઈના વર્લી આદર્શ નગરમાં બની હતી. જ્યાં છોકરો રોડ કિનારે ચાઈનીઝ ફૂડ સ્ટોલ પર કામ કરતો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે મંચુરિયન અને ચાઈનીઝ ભેલ માટે કાચો માલ તૈયાર કરતા ગ્રાઇન્ડર મશીન પાસે ઊભો હતો. દરમિયાન તેનો શર્ટ ગ્રાઇન્ડર મશીનમાં ફસાઇ ગયો હતો અને તે ગ્રાઇન્ડરમાં ફસાઇ ગયો હતો. છોકરાનો શર્ટ ગ્રાઇન્ડરમાં ફસાઈ જતા જ તે મશીનની અંદર એવી રીતે ફસાઈ ગયો કે તેમાંથી બહાર નીકળવું તેના માટે મુશ્કેલ બની ગયું. જે પછી છોકરાને એ જ ગ્રાઇન્ડરમાં પિસાઈ ગયો.

ADVERTISEMENT
વધુ વાંચો : 2 બાળકો માતાનું 18 વર્ષના યુવક પર આવ્યું દિલ, પતિને મરાવી નાખ્યો, કિસ્સો હેરાનીભર્યો
છોકરાના મોત બાદ દુકાન માલિક સામે FIR
ADVERTISEMENT
મૃતક છોકરાનું નામ સૂરજ નારાયણ યાદવ છે અને તે માત્ર 19 વર્ષનો હતો. સૂરજ ઝારખંડનો રહેવાસી હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સૂરજને મશીનમાંથી બહાર કાઢ્યો. જે બાદ છોકરાને KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે આ મામલે ચાઈનીઝ ફૂડ સ્ટોલના માલિક સચિન કોઠેકર વિરુદ્ધ FIR નોંધી છે. સ્ટોલના માલિક સચિન કોઠેકરે પોલીસને જણાવ્યું હતું કે, તેણે ચાર મહિના પહેલા સૂરજને તેના સ્ટોલ પર ભોજન બનાવવામાં મદદ કરવા માટે રાખ્યો હતો. જોકે પોલીસનું કહેવું છે કે, સૂરજને ગ્રાઇન્ડર મશીન ચલાવવાનો કોઈ અનુભવ કે તાલીમ નહોતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.