સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રવિવારે દિવાળીના દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ટાઈગર 3’ માટે બીજો રવિવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો, પરંતુ વર્લ્ડ કપના કારણે આ ફિલ્મ બીજા રવિવારે કંઈ ખાસ કમાણી કરી શકી નથી.
ફિલ્મ ‘ટાઈગર 3’ દિવાળીના દિવસે રિલીઝ થઈ હતી
વર્લ્ડ કપના કારણે ફિલ્મ ‘ટાઈગર 3’ના કલેક્શન પર અસર
ફિલ્મ ‘ટાઈગર 3’એ પહેલા સપ્તાહમાં 200 કરોડની કમાણી કરી
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રવિવારે દિવાળીના દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ટાઈગર 3’ રજાના દિવસે અને રવિવારે રિલીઝ થઈ હોવાને કારણે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મે પહેલા દિવસે 44.50 કરોડની કમાણી કરી છે, ત્યારપછી રજાઓ હોવાને કારણે ફિલ્મને ઘણો ફાયદો થયો છે. આ ફિલ્મે પહેલા સપ્તાહમાં 200 કરોડની કમાણી કરી છે. ફિલ્મ ‘ટાઈગર 3’ માટે બીજો રવિવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો, પરંતુ વર્લ્ડ કપના કારણે આ ફિલ્મ બીજા રવિવારે કંઈ ખાસ કમાણી કરી શકી નથી.
ફિલ્મ ‘ટાઈગર 3’ શનિવારે કંઈ ખાસ કલેક્શન કર્યું નથી. ફિલ્મ રિલીઝના સાતમા દિવસે શનિવારે 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ફિલ્મે 200 કરોડ સુધીની કમાણી કરી છે. રવિવારે 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોવાને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ પર અસર થઈ હતી.
#Tiger3 is performing below than expectations in Overseas as well. Film collected only $11.75M till yesterday, Seems like lifetime will finish around $15M. #Pathaan had collected $17.5M from North America alone. It is the Biggest setback for #SalmanKhan & YRF. pic.twitter.com/KuhJsS6ZQN
રવિવાર પર શનિવાર ભારે
તમે ઘણી વાર જોયું હશે કે, ફિલ્મ શનિવારે સારી કમાણી કરે છે, પરંતુ રવિવારના દિવસે ખાસ કમાણી કરી શકતી નથી. ફિલ્મ ‘ટાઈગર 3’ સાથે પણ કંઈ આ પ્રકારે જ થયું છે. આ ફિલ્મે શનિવારે 18 કરોડનું કલેક્શન કર્યું છે, પરંતુ રવિવારે આ ફિલ્મની કમાણીમાં 8 કરોડનો ઘટાડો થયો છે. ફિલ્મ રિલીઝના આઠમાં દિવસે આ ફિલ્મે 10.25 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે 8 દિવસમાં 229.65 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ‘ટાઈગર 3’ 12 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી સારી કમાણી કરી છે અને કરિઅરની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે.
#Tiger3 now playing at your nearest big screen in Hindi, Tamil & Telugu.