બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અત્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની ઓઇલ કંપનીઓ ગ્રાહકોને કેશબેકની સુવિધા આપી રહી છે. જો તમે ડિજિટલ મોડથી સિલિન્ડર બુક કરશો તો તમને આ સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ તેમના ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે.
પેટીએમ પર 500 રૂપિયા સુધીની છૂટ મળશે
ADVERTISEMENT
ઓઇલ કંપનીઓ પેટીએમથી પેમેન્ટ કરવા પર સારું ડિસ્કાઉન્ટ આપે છે. પ્રથમ વખત પેમેન્ટ કરવા પર સારું કેશબેક મળે છે. પેટીએમ તેના ગ્રાહકોને 500 રૂપિયા સુધીનું કેશબેક આપે છે. આ સિવાય તમે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
1 નવેમ્બરથી ડિલિવરી સિસ્ટમમાં થયો ફેરફાર
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડર હોમ ડિલિવરીની સંપૂર્ણ પ્રક્રિયા બદલાઈ ગઈ છે. ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી અટકાવવા અને યોગ્ય ગ્રાહકને ઓળખવા માટે ઓઇલ કંપનીઓએ નવીએલપીજી સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ હેઠળ સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે તમારે ઓટીપી આપવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.