બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / મુશ્કેલી શિલ્પા-રાજ કુંદ્રાના જીવનમાંથી હટવાનું નામ નથી લઇ રહી, હવે EOWએ સમન્સ મોકલ્યું

મનોરંજન / મુશ્કેલી શિલ્પા-રાજ કુંદ્રાના જીવનમાંથી હટવાનું નામ નથી લઇ રહી, હવે EOWએ સમન્સ મોકલ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 08:47 AM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આર્થિક ગુના શાખાએ બંનેને સમન્સ મોકલી તપાસ શરૂ કરી છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર હેડલાઇનમાં આવ્યા છે. આ વખતે બંને પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કેસમાં આર્થિક ગુના શાખા (EOW) એ શિલ્પા અને રાજને સમન્સ મોકલ્યા છે. શરૂઆતમાં તેમને 10 સપ્ટેમ્બરે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું હતું, પરંતુ રાજ કુન્દ્રાએ સમય માંગી 15 સપ્ટેમ્બર સુધીની મુદત મેળવી છે.

Shilpa-shetty,

15 સપ્ટેમ્બરના રોજ રાજ કુન્દ્રાને EOW સમક્ષ પૂછપરછ માટે હાજર થવું પડશે. પોલીસ તરફથી શિલ્પા અને રાજને દેશ બહાર જવાથી રોકવા માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) પણ બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના એક ઓડિટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

SHILPA-SHEETTY

જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

આ ફરિયાદ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર દીપક કોઠારી (60) એ કરી છે. દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2015 થી 2023 દરમિયાન તેમણે શિલ્પા અને રાજની કંપની બેસ્ટ ડીલ TV પ્રાઇવેટ લિમિટેડ માં વ્યવસાય વધારવા માટે 60.48 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ, એવું કહેવાય છે કે આ રકમનો ઉપયોગ કંપની માટે નહીં પરંતુ તેમના અંગત લાભ માટે કરવામાં આવ્યો. આ મામલે આર્થિક ગુના શાખા તપાસ કરી રહી છે. ફરિયાદ અનુસાર, રોકાયેલા પૈસા કંપનીના હિતમાં વપરાયા જ નથી અને રોકાણકારને મોટું નુકસાન થયું છે.

app promo3

બીજી તરફ, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલએ પોતાના ક્લાયન્ટની તરફેણમાં નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ, તમામ આરોપો ખોટા અને બિનઆધારિત છે. તેઓએ જણાવ્યું કે જો કોઈ કંપની નાદાર થઈ જાય તો તેની કાર્યવાહી NCLTમાં થતી હોય છે. આ માટે જેણે રોકાણ કર્યું હોય તે NCLTમાં જઈ પોતાના પૈસાની વસૂલાત માટે અરજી કરી શકે, પરંતુ ફરિયાદીએ ક્યારેય આવું કર્યું નથી.

આ પણ વાંચો : ગજરાના કારણે એરપોર્ટ અભિનેત્રીને એરપોર્ટ પર જ પકડી લેવાઇ, ઓસ્ટ્રેલિયામાં લાગ્યો લાખો રૂપિયાનો દંડ

વકીલના જણાવ્યા મુજબ, ફરિયાદી પોતે કંપનીમાં ભાગીદાર હતા અને તેમના પુત્ર પણ કંપનીના ડિરેક્ટર પદ પર હતા. ઉપરાંત, શિલ્પા અને ફરિયાદી વચ્ચે ઇક્વિટી કરાર પણ કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ નફો થાય તો બંને વચ્ચે વહેંચાણ થવાનું હતું અને નુકસાન થાય તો તે પણ બંનેએ સહન કરવાનું હતું. એટલે આ કેસને છેતરપિંડી કહેવું યોગ્ય નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raj Kundra Shilpa Shetty 60 crore fraud

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ