બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / bollywood mahadev betting app scam ed summoned to kapil sharma huma qureshi hina khan ranbir kapoor

મનોરંજન / આખરે શું છે આ મહાદેવ સટ્ટાબાજી App? જેને લઇ રણબીર કપૂરથી માંડીને કપિલ શર્મા સુધીના કલાકારોને આવ્યું EDનું તેડું

Manisha Jogi

Last Updated: 10:57 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાસ્ય કલાકાર કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરૈશી અને હિના ખાનને સમન મોકલીને અલગ અલગ તારીખે પૂછપરછ કરવા માટે હાજર થવા કહ્યું છે. રણબીર કપૂરને સમન મોકલીને આજે હાજર થવા માટે આદેશ આપ્યો છે.

  • મહાદેવ બેટિંગ એપ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલો
  • મની લોન્ડ્રિંગ મામલે હાસ્ય કલાકાર કપિલ શર્માને હાજર થવા આદેશ
  • અન્ય કલાકારોને પૂછપરછ માટે સમન મોકલવામાં આવ્યું

EDએ મહાદેવ સટ્ટાબાજી એપ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલે હાસ્ય કલાકાર કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરૈશી અને હિના ખાનને સમન મોકલીને અલગ અલગ તારીખે પૂછપરછ કરવા માટે હાજર થવા કહ્યું છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું છે કે, તપાસ એજન્સીએ આ મામલે અભિનેતા રણબીર કપૂરને સમન મોકલીને આજે હાજર થવા માટે આદેશ આપ્યો છે. 

અલગ અલગ દિવસે હાજર થશે
માનવામાં આવી રહ્યું છે કે, રણબીપ કપૂરે બે સપ્તાહનો સમય માંગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ત્રણ કલાકારને અલગ અલગ તારીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. એજન્સી મની લોન્ડ્રિંગ નિષેધ અધિનિયમ હેઠળ નિવેદન નોંધશે. 

તપાસ
માનવામાં આવી રહ્યું છે કે, આ કલાકારોને આરોપી નહીં બનાવવામાં આવે. આ કલાકારોએ મહાદેવ એપ્લિકેશનનો પ્રચાર કર્યો તથા અન્ય કલાકારોએ વિદેશમાં થયેલ પ્રવર્તકના લગ્નમાં મહેમાનોનું મનોરંજન કર્યું હતું. આ મામલે ફેમસ સેલેબ્સ સહિત 100થી વધી લોકોની તપાસ કરવામાં આવશે. 

આ સેલેબ્સ શામેલ થશે
દુબઈમાં 260 કરોડ રૂપિયાના ખર્ચે ચંદ્રાકરના લગ્ન થયા હતા. જેમાં ટાઈગર ટાઈગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કૃતિ ખરબંદા, નુસરત ભરૂચા, કૃષ્ણા અભિષેક શામેલ થયા હતા. 

શું છે સમગ્ર મામલો
મહાદેવ ગેમિંગ એપ્લિકેશન સટ્ટાબાજી માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કંપની કથિતરૂપે ક્રિકેટ, ટેનિસ, બેડમિંટન, પોકર અને કાર્ડ ગેમ સહિત અનેક લાવ ગેમ્સ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી પ્રદાન કરે છે. આ મામલે રણબીર કપૂર પર ગેરકાયદાકીય રીતે પૈસા કમાવાનો આરોપ છે. જે અંગે EDએ કાર્યવાહી કરી છે. રણબીર કપૂરને આ પૈસા રોકડમાં આપવામાં આવ્યા હતા, રણબીર કપૂરે તપાસમાં થોડો સમય માંગ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ