બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Bollywood actress Nusrat Bharucha trapped in Israel

BIG BREAKING / ઈઝરાયલમાં ફસાઈ બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા, નથી થઈ રહ્યો કોઈ સંપર્ક: ટીમના સદસ્યએ કહ્યું, છેલ્લે વાત થઈ ત્યારે તે બેઝમેન્ટમાં...

Priyakant

Last Updated: 08:49 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nusrat Bharucha trapped in Israel News: અભિનેત્રીની ટીમના સભ્યોએ કહ્યું, અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પાછી આવે

  • ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે બોલિવૂડથી ચિંતાજનક સમાચાર  
  • ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઇ 
  • છેલ્લે સંપર્ક થયો ત્યારે ભોંયરામાં હતી અને સુરક્ષિત હતી

Nusrat Bharucha trapped in Israel : ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલિવૂડમાંથી પણ ચિંતાજનક સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે, ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું છે. તેની ટીમના એક સભ્યએ તેને શેર કરીને તેની પુષ્ટિ કરી છે.

મીડિયા સાથે શેર કરેલા નિવેદનમાં તેની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં ગઈ હતી. તેમની ટીમ દ્વારા આપવામાં આવેલા સંદેશ અનુસાર આજે બપોરે 12.30 વાગ્યાની આસપાસ છેલ્લી વખત તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તે ભોંયરામાં હતી અને સુરક્ષિત હતી. સુરક્ષાના કારણોસર વધુ વિગતો જાહેર કરી શકાતી નથી. જોકે ત્યારપછી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ટીમે કહ્યું કે, અમે સંપર્ક કરી શકતા નથી. અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પાછી આવે.

ફિલ્મ 'અકેલી'માં જોવા મળી હતી નુસરત
નોંધનીય છે કે, ગત ઓગસ્ટમાં જ અભિનેત્રી નુસરત ભરૂચાની ફિલ્મ 'અકેલી' રીલિઝ થઈ હતી. ફિલ્મની વાર્તા એવી છે કે એક છોકરી કોઈ કારણસર ઈરાકના ગૃહ યુદ્ધમાં ફસાઈ જાય છે. આ ફિલ્મ યુદ્ધની વચ્ચે ફસાયેલી એકલી છોકરીના ઘરે પરત ફરવાના સંઘર્ષની વાર્તા છે. નુસરતે ટ્રેલરનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, અકેલી - જીવન બચાવવા માટે એક સાદી છોકરીની લડાઈ. નુસરત ભરૂચાની ફિલ્મ એક ભારતીય છોકરી વિશે છે જે યુદ્ધગ્રસ્ત ઇરાકમાં એકલી ફસાયેલી છે અને તે કેવી રીતે તમામ અવરોધો સામે ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.

હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો
શનિવારે પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, હમાસે દાવો કર્યો છે કે, તેણે ઘણા ઇઝરાયેલ સૈનિકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલના ઘણા નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઇઝરાયેલના વળતા હુમલામાં 198 લોકોના મોત અને આશરે 1,500 ઘાયલ થયા હતા. હમાસે સંપૂર્ણ આયોજન સાથે ઈઝરાયલને નિશાન બનાવ્યું હતું, જેના માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ