બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / Boarded AC coach without reservation, trains are full on Diwali, passengers shared video

ગંભીર / VIDEO: રિઝર્વેશન વગરના AC કોચમાં ચઢી ગયા, ડબ્બામાં પગ મૂકવાની જગ્યા નહીં... વડોદરા રેલવે સ્ટેશન પર હાલત ખરાબ, પેસેન્જરે પાછા માંગ્યા પૈસા

Priyakant

Last Updated: 01:43 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Railway Station News: રેલ્વે મંત્રી અને DRM વડોદરાને ટેગ કરતા એક મુસાફરો લખ્યું, 'ભારતીય રેલ્વેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ, મારી દિવાળી બરબાદ કરવા બદલ આભાર

  • દિવાળીને લઈ ટ્રેનો હાઉસફુલ, મુસાફરો શેર કર્યો વિડીયો
  • ભારતીય રેલ્વેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ: મુસાફર
  • કન્ફર્મ થર્ડ એસી ટિકિટ છતાં લોકોએ મુસાફરને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો
  • DRM વડોદરાએ રેલ્વે પોલીસને ઘટનાની તપાસ કરવા વિનંતી કરી 

Vadodara Railway Station : દિવાળીના તહેવારો વચ્ચે અનેક લોકો પોતાના વતન જવા રેલવે-બસનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગયા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર ખીચોખીચ ભરેલી ટ્રેનો અને મોટી ભીડ જોઈ શકાય છે. ભીડને કારણે ઘણા મુસાફરો ફસાયેલા છે અને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી. એક મુસાફરે એક વીડિયો શેર કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે, ભીડને કારણે તેના જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા.

શું કહ્યું મુસાફરે ? 
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) વડોદરાને ટેગ કરતા વ્યક્તિએ લખ્યું, 'ભારતીય રેલ્વેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે. મારી દિવાળી બરબાદ કરવા બદલ આભાર. જો તમારી પાસે કન્ફર્મ થર્ડ એસી ટિકિટ હોય તો પણ તમને તે જ મળશે. પોલીસ તરફથી કોઈ મદદ મળી નથી. મારા જેવા ઘણા લોકો ટ્રેનમાં ચડી શક્યા ન હતા. મને કુલ રૂ. 1173.95 રિફંડ જોઈએ છે.

આ સાથે તે વ્યક્તિએ આગળ લખ્યું, કામદારોના ટોળાએ મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો. તેઓએ દરવાજા બંધ કરી દીધા અને કોઈને પણ ટ્રેનમાં પ્રવેશવા દીધા નહિ. પોલીસે મને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પરિસ્થિતિ જોઈને હસવા લાગી. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા DRM વડોદરાએ રેલ્વે પોલીસને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી.

શું છે નિયમો?
ટ્રેન છૂટી જવાના કિસ્સામાં તમે તમારા રિફંડ માટે દાવો કરી શકો છો. રેલ્વે નિયમો અનુસાર જો કોઈ મુસાફર ટ્રેન ચૂકી ગયો હોય અથવા ટ્રેન 3 કલાકથી વધુ મોડી હોય તો આવી સ્થિતિમાં તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને રિફંડનો દાવો કરી શકો છો. પરંતુ તે ધ્યાનમાં રાખવું પડશે કે આ રિફંડ મેળવવા માટે તમારે રેલવેની કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. આના વિના તમને રિફંડ નહીં મળે. આવી સ્થિતિમાં પેસેન્જર TDR ફાઇલ કરીને રિફંડ મેળવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ