બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'તેજસ્વીને તેના પિતાના કારનામા વિશે...' BJP અધ્યક્ષ જેપી નડ્ડાના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર

નિવેદન / 'તેજસ્વીને તેના પિતાના કારનામા વિશે...' BJP અધ્યક્ષ જેપી નડ્ડાના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર

Priyakant

Last Updated: 11:48 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : નડ્ડાએ તેજસ્વીને લઈ કહ્યું, આ બાળકને તેના પિતાના કારનામા વિશે કેવી રીતે ખબર હોય, તેને કેવી રીતે ખબર છે કે બિહારે શું સહન કર્યું છે, બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેજસ્વી યાદવ ઉપર પણ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે આ બાળકને તેના પિતાના કારનામા વિશે કેવી રીતે ખબર છે, તેને કેવી રીતે ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?

બિહારનાં જહાનાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે જેપી નડ્ડાએ કહ્યું કે, આ બાળક તેના પિતાના કારનામા વિશે તે કેવી રીતે જાણે ? તમે ભૂલી ગયા હશો, હું ભૂલી જવાનો નથી. 2003માં આ બિહારમાં આરજેડીની રેલી, લઠિયા રેલી થઈ હતી. ગાંધી મેદાન ખાતે તેલ પીલાવન, લાઠીયા ભજામ રેલી યોજાઈ હતી. RJDના લોકો લાકડીઓ કેમ લાવ્યા, બિહારના લોકોને ડરાવવા લાકડીઓ લાવ્યા. તમે બધા તમારા ઘરોમાં રહો. બિહારે આ જંગલરાજ જોયું છે. શિક્ષણની એવી હાલત હતી, લોકો બિહાર છોડીને દિલ્હી ભણવા ગયા.

આ સાથે જેપી નડ્ડાએ કહ્યું કે, રાજ્યમાં જંગલ રાજને કારણે સ્થિતિ એવી હતી કે બપોરે 3 વાગ્યા પછી કોઈ જહાનાબાદ આવતું-જતું નહોતું. ખેડૂતો ભાગી રહ્યા હતા, હત્યાઓ, અપહરણ અને ખંડણીની માંગણીઓ થઈ રહી હતી. INDIA ગઠબંધનને ઘમંડી ગઠબંધન ગણાવતા તેમણે કહ્યું કે,ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષના અડધા નેતાઓ જેલમાં છે અને અડધા જામીન પર છે. જામીન પર રહેલા તેજસ્વી યાદવ પણ જેલમાં જશે.

વધુ વાંચો : લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે કોંગ્રેસ અધ્યક્ષે બોલાવી I.N.D.I.A. ગઠબંધનની બેઠક, જાણો કારણ

જેપી નડ્ડાએ કહ્યું કે, દેશમાં છ તબક્કામાં ચૂંટણી થઈ છે. મને વિશ્વાસ છે કે, સાતમા તબક્કા સુધીમાં NDAને 400થી વધુ બેઠકો મળી જશે. છેલ્લા 10 વર્ષમાં મોદીજીએ માત્ર વડાપ્રધાન તરીકે જ દેશ પર શાસન નથી કર્યું પરંતુ ભારતીય રાજકારણની સંસ્કૃતિ, વ્યાખ્યા અને કાર્યશૈલી પણ બદલી નાખી છે. તમને દસ વર્ષ પહેલાંનું ભારત યાદ છે. ભારતના સામાન્ય માણસે સ્વીકાર્યું હતું કે, દેશમાં કોઈ પરિવર્તન નહીં આવે. દેશ ઉદાસીન માનસિકતા સાથે જીવી રહ્યો હતો, પરંતુ આજે 140 કરોડ દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મોદીજી સાથે આગળ વધ્યા છે. નડ્ડાએ જહાનાબાદના ગાંધી મેદાનમાં JDU ઉમેદવાર ચંડેશ્વર પ્રસાદ, શાહપુર, અરાહમાં જ્ઞાનસ્થલી સ્કૂલ કેમ્પસમાં RK સિંહ, બિહાર શરીફમાં શ્રમ કલ્યાણ કેન્દ્ર મેદાનમાં JDU ઉમેદવાર કૌશલેન્દ્ર કુમારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

J P Nadda Tejashwi Yadav Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ