બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / BJP prepared panel for all four seats of Rajkot

ટિકિટનું ટેન્શન / રાજકોટમાં દિગ્ગજોનો દાવ: રૂપાણી, મીરાણી, રૈયાણી, બોઘરા, ભારદ્વાજ સહિત અનેક દાવેદાર; ભાજપ કોને આપશે ટિકિટ?

Malay

Last Updated: 02:02 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે રાજકોટમાં તૈયારી તેજ કરી છે. રાજકોટની ચારેય બેઠક માટે ભાજપે પેનલ તૈયાર કરી છે. આ નામ પ્રદેશ ભાજપમાં મોકલવામાં આવશે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપની તૈયારી તેજ 
  • રાજકોટની 4 બેઠક માટે ભાજપની પેનલ તૈયાર
  • ચારેય બેઠકના પેનલ નામો પ્રદેશમાં મોકલાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પાંચ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી. એવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે રાજકોટમાં તૈયારી તેજ કરી છે. 

રાજકોટની 4 બેઠક માટે ભાજપની પેનલ તૈયાર
રાજકોટની ચારેય બેઠક માટે ભાજપે પેનલ તૈયાર કરી છે. આ નામો પ્રદેશ ભાજપમાં મોકલવામાં આવશે. આ પેનલમાં રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, કશ્યપ શુક્લ, ડૉ.દર્ષિતા શાહ અને બિનાબેન આચાર્યનું નામ સંભવિત છે. જ્યારે પૂર્વ બેઠક પર અરવિંદ રૈયાણી, વલ્લભ દૂધાત્રા, દલસુખ જાગાણી, મુકેશ રાદડિયા અને અશ્વિન મોલીયાનું નામ સંભવિત છે. 

ચારેય બેઠકના પેનલ નામો પ્રદેશમાં મોકલાશે
રાજકોટની દક્ષિણ બેઠક પર છેલ્લા ત્રણ ટર્મ ચૂંટાઈ આવતા ગોવિંદ પટેલ, ધનસુખ ભંડેરી, ડૉ.ભરત બોઘરા, વિનુભાઈ સોલંકી, નરેન્દ્ર બાપુ અને નીતિન રામાણીનું નામ પણ સંભવિત છે. ઉપરાંત રાજકોટ ગ્રામ્ય બેઠક પર રાજુભાઈ અધેરા, અનિલ મકવાણા, મનોજ રાઠોડ, નરેન્દ્ર વાઘેલા અને ભાનુબેન બાબરીયાનું નામ સંભવિત છે.

ભાજપ અને કોંગ્રેસે નથી કરી ઉમેદવારોની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પાંચ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી. બે દિવસ અગાઉ ભરૂચની જંબુસર અને વાગરા બેઠકના ભાજપના ઉમેદવારની યાદી ફરતી થઈ ગઇ હતી. સોશિયલ મીડિયામાં આ યાદી CR પાટીલને સંબોધીને જાહેર થઈ ગઈ હતી. જોકે, આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ યાદીને તથ્યથી વેગળી ગણાવી હતી. 

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં યોજશે બેઠક
તો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પણ આજે રાજકોટની મુલાકાતે આવી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 6 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા તથા કમિશનર સાથે મહત્વની બેઠક યોજી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. તેમજ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જે સુધારા કરવા જરૂરી હશે તે અંગે માર્ગદર્શન આપશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ