બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / bjp may offer dy cm to eknath shinde 12 mlas may also be offered cabinet ministers post
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપે એકનાથ શિંદેને મોટી ઓફર કરી હોવાની સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ભાજપે શિંદેને ડેપ્યુટી CMની સાથે 12 ધારાસભ્યોને કેબિનેટ મંત્રીની ઓફર કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ સાથે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનું એકનાથ શિંદેને સતત સમર્થન વધી રહ્યું છે. એવામાં સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરે ખૂબ જલ્દી વર્ષા બંગલા પર પરત ફરશે. ગુવાહાટીના 21 ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે અને મુંબઈ આવે એટલે અમારા સમર્થનમાં આવી જશે.' જો કે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સાથે હાલમાં 13 જ ધારાસભ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
Uddhav Thackeray will come back to Varsha Bungalow very soon. 21 MLAs in Guwahati have contacted us and when they return to Mumbai, they will be with us: Shiv Sena leader Sanjay Raut
— ANI (@ANI) June 23, 2022
(File photo)#MaharashtraPoliticalTurmoil pic.twitter.com/f0PTNrSpV8
ADVERTISEMENT
મીરા ભયંદરમાં લાગ્યા પોસ્ટર - 'લોકનાથ એકનાથ'
ADVERTISEMENT
મીરા ભયંદરમાં એકનાથ શિંદેના આનંદ દિઘેની સાથે અને બાલાસાહેબ ઠાકરેની સાથેના પોસ્ટર લાગ્યા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ચહેરાવાળા પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. 'લોકોના લોકનાથ એકનાથ'ના નારા સાથે હિન્દુત્વનો નવો ચહેરો દર્શાવીને અભિવાદન કરવામાં આવ્યું.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સાથે હાલમાં 13 જ ધારાસભ્યો: સૂત્ર
ADVERTISEMENT
13 MLAs are still with Maharashtra CM Uddhav Thackeray and Shiv Sena. They are in constant touch with the CM: Shiv Sena (close to Uddhav Thackeray) Sources
— ANI (@ANI) June 23, 2022
ADVERTISEMENT
ધારાસભ્યોની સાથે-સાથે 17 સાંસદો પણ શિંદેના સમર્થનમાં ઉતર્યા
મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતરતા જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાલ ગુવાહાટીમાં હાજર છે. તો વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે, તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેઓએ કહ્યું કે, માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.
ADVERTISEMENT
.jpg)
શિંદેના સમર્થકોની યાદી આજે થઇ શકે છે જાહેર
શિંદે જૂથમાં સામેલ ધારાસભ્ય દિપર કેસરકરનું કહેવું છે કે, 'ગુવાહાટીમાં બે તૃતીયાંશથી વધારે ધારાસભ્યો છે અને આજે સાંજે એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોની યાદી જાહેર કરશે.' કેસરકરે જણાવ્યું કે, 'શિંદે આજે સાંજે તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરવા જઈ રહ્યાં છે. દરમ્યાન શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે શા માટે ધારાસભ્યોએ સાથ છોડ્યો તે અંગે ટૂંક સમયમાં જ ખુલાસો કરવામાં આવશે અને 20 ધારાસભ્યો શિવસેનાના સંપર્કમાં છે.'
જો કે, સંજય રાઉત ભલે ગમે તે કહે પરંતુ એક વાત તો ચોક્કસ છે કે એકનાથ શિંદે ગુવાહાટીમાં તેમની વધતી જતી ટીમ સાથે ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરી રહ્યાં છે અને ઉદ્ધવ ઠાકરે દ્વારા સરકારી આવાસ છોડીને માતોશ્રીમાં શિફ્ટ થવાનો મતલબ એ જ થઇ શકે. નોંધનીય છે કે, બુધવારના રોજ મુખ્યમંત્રી શિફ્ટ થયા અને આજ રોજ ગુરુવારે મહારાષ્ટ્રની સત્તા બદલાઈ શકે તેવી શક્યતા રહેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.