ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાજપના એક નેતા એવા છે કે, પોતાને સુપર ‘CM’ માની રહ્યા છે. વિધાનસભા સત્ર શરુ થવા પહેલાં જ આ નેતાએ પોતાની ઓફિસને નવો ઓપ આપ્યો છે. વિધાનસભા હોય કે, સ્વર્ણિમ સંકુલ. નિયત કરેલા નિયમ મુજબ જ ઓફિસમાં રિનોવેશન થાય છે અને જે તે ફર્નિચરની ખરીદી થાય છે. પ્રજા માટે તો ઘણા નિયમો હોય છે પરંતુ ભાજપના નેતાઓ માટે નિયમોને કોઈ લેવાદેવા નથી.
ADVERTISEMENT
મંત્રી બનવા તલપાપડ થયેલાં ભાજપના નેતાએ પોતાની ઓફિસમાં બજેટ બહાર રિનોવેશન તો કરાવી લીધું પણ ધારાસભ્યો અને મુલાકાતીઓ પર રોફ-રુઆબ જમાવવા મુખ્યમંત્રી જેવી ખુરશી જ ખુરશી લાવવા જીદ કરી હતી જેથી અધિકારીઓએ તેમને સમજાવ્યાં કે, અમુક રકમથી વધુની ખુરશી ખરીદી શકાય નહીં.
આમ છતાં ભાજપના નેતાએ મુખ્યમંત્રી જેવી જ ખુરશી લાવી તેના પર બેસીને કામગીરી શરૂ કરી દીધી છે. હવે અધિકારીઓ મૂંઝાયા છે કે, ખુરશીનું બિલ કેવી રીતે પાસ કરવું. ભાજપના આ નેતાના વર્તાવથી ભાજપ ધારાસભ્યો પણ અંદરખાને નાખુશ છે. કારણકે, મંત્રી કરતા પણ આ નેતાનો જબરો વટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો