બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / BJP candidate Mukesh Dalal won the Surat Lok Sabha seat unopposed

બેઠક બિનહરીફ / સુરત બેઠક પર ભાજપ વિજેતા, જુઓ CM પટેલ અને સી આર પાટીલ શું બોલ્યા

Dinesh Chaudhary

Last Updated: 04:27 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Lok Sabha seat: સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે, સુરતના કલેક્ટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું

 

સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

સુરતના કલેક્ટરે આપ્યું સર્ટિફિકેટ
ભાજપના ઉમેદવારને કલેકટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. અત્રે જણાવીએ કે, ચૂંટણી વગર ભાજપના મુકેશ દલાલ વિજયી બન્યા છે, ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી

સી આર પાટીલનું નિવેદન
ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યો છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. વહીવટી તંત્ર ઉપર દબાણ લાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. આજે સત્ય બહાર આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, 400 પારના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે.
 

'સાતની સમજાવટ બની જીતની સજાવટ'
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાને હતા. જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા છે. 

સુરતમાં કોણે કોણે ફોર્મ પરત ખેંચ્યા?
શોહેલ શેખ, લોગ પાર્ટી
જયેશ મેવાડા, ગ્લોબલ રિપબ્લીક પાર્ટી
પ્યારેલાલ ભારતી, BSP
ભરત પ્રજાપતિ, અપક્ષ
અજીતસિંહ ઉમટ, અપક્ષ
રમેશ બારૈયા, અપક્ષ
કિશોર ડાયાણી, અપક્ષ

વાંચવા જેવું: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સોશ્યલ મીડિયાના સહારે, યુવાનોને ટાર્ગેટ કરવાનો એક્શન પ્લાન

જાણો સમગ્ર રાજકીય ડ્રામા
ઘટના અંગે જો વિસ્તારથી વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બાદ અન્ય પક્ષ સહિત અપક્ષના સાત જેટલા ઉમેદવારો મેદાને હતા, જેઓએ તેમના ફોર્મ પરત ખેંચતા આખરે ભાજપની બિન હરીફ જીત થઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Nilesh Kumbhani form Surat Lok Sabha seat લોકસભા ચૂંટણી 2024 સુરત લોકસભા બેઠક સુરત સાંસદ મુકેશ દલાલ Lok Sabha Election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ