બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Action plan to target the youth with the help of social media by political parties regarding the Lok Sabha elections
Last Updated: 03:30 PM, 22 April 2024
લોકસભાની ચુંટણીને લઈને હાલમાં સોશિયલ મિડિયા વોર ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વોર રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપ ની વાત કરવામાં આવે તો દર 30 મિનિટે અભ કી બાર 400 પાર ના સ્લોગન અને વિકાસની ગેરંટી ના પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે 26 લોકસભા બેઠક ના ઉમેદવારોના નામાંકન, રોડ શો, જાહેર મોટી સભા સહિતની તમામ વિગતો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી રહી છે. જ્યારે તમામ ઝોનને સંકલિત રાખીને વાઇરલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT

હાલમાં તો ભાજપ દ્વારા સૌથી વધુ પોસ્ટ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવી રહી છે. જ્યારે ઉમેદવારો માટે ખાસ એક પ્રકારની રિલ્સ તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોના નામની આગળ પોતાના પણું મતદારોનો લાગે એવા આશય થી રિલ્સ તૈયાર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદારોને આકર્ષી શકાય. જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ બાબતેની રિલ્સમાં ભાજપે રૂલ તૈયાર કરીને ફકત પોઝિટિવ રાજકારણ કરીને કરવાનો નિર્ણય કરીને ફકત મોદી રિલ્સ તૈયાર કરીને પોસ્ટ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગનો કેસ, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક સુરતમાં કરશે તપાસ
ADVERTISEMENT
આમ હાલ તો ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપે ફકત પીએમ મોદી ની સરકારે ૧૦ વર્ષમાં કરેલ કામો, મોદી ની ગેરંટી, અબ કી બાર ૪૦૦ પાર સહિત ના મુદ્દાને સોશિયલ મીડિયામાં સાથન આપીને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે પણ આવનારા દિવસોમાં ઉમેદવારોને મહત્વ આપીને લોકો સુધી પહોંચવાનો ટ્રેન્ડ ઊભો કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.