બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / મુંબઈ / સુરત / Investigation started in the case of firing outside Salman Khan house

તપાસ શરૂ / સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગનો કેસ, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક સુરતમાં કરશે તપાસ

Vishal Khamar

Last Updated: 03:07 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે ગુનો કર્યા બાદ તેઓએ બંદૂક સુરતની મોટી નદીમાં ફેંકી દીધી હતી. આ બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ગઈ છે.

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાપી નદીમાં બંદૂકને શોધી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ ફાયરિંગમાં આરોપીઓએ વાપરેલી બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ગઈ છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે ગુનો કર્યા બાદ તેઓએ બંદૂક સુરતની મોટી નદીમાં ફેંકી દીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરતમાં શોધી રહી છે. સ્થાનિક પ્રશાસનની મદદથી ડાઇવર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 9ના ઈન્ચાર્જ છે. પોતાની ટીમ સાથે ગુજરાત પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગયા શનિવારે લોરેન્સ વિશ્નોઈ અને અનમોલ વિશ્નોઈને આરોપી બનાવ્યા હતા અને આ કેસમાં ઘણી નવી કલમો ઉમેરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ અનમોલ વિશ્નોઈ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી કરી રહી છે.

અનમોલ બિશ્નોઈ ફાયરિંગ કેસનો માસ્ટરમાઇન્ડ
તમને જણાવી દઈએ કે અનમોલ બિશ્નોઈ આ ફાયરિંગ કેસનો માસ્ટરમાઈન્ડ છે અને હાલ તે વિદેશમાં છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સાબરમતી જેલમાં બંધ લોરેન્સ વિશ્નોઈની કસ્ટડીની માંગણી સાથે કોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી કરી રહી છે. સલમાન ખાન ફાયરિંગ કેસમાં બંનેને વોન્ટેડ આરોપી બનાવ્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ બંને પ્રક્રિયામાં વ્યસ્ત છે.

વધુુ વાંચોઃ સુરત લોકસભા બેઠક પર સર્જાયો ઈતિહાસ, મતદાન પહેલા જ ગુજરાતની એક બેઠક ભાજપના ફાળે

લોરેન્સ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા વિક્કી ગુપ્તા અને સાગર પાલને બિશ્નોઈ બંધુઓ પાસેથી સૂચનાઓ મળી રહી હતી. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ સવારે બે મોટરસાઈકલ સવાર લોકોએ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત આવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો હતો. આ પછી પોલીસે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ