બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Even before polling, one seat in Gujarat went to BJP, 8 out of 9 candidates returned their forms and declared uncontested.
Last Updated: 02:30 PM, 22 April 2024
સુરતમાં લોકસભા ચૂંટણીમાં હવે ટૂંક સમયમાં ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી ભાજપનો ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા છે.ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.
ADVERTISEMENT
સુરતમાં કોણે કોણે ફોર્મ પરત ખેંચ્યા?
ADVERTISEMENT
બે દિવસનાં રાજકીય ડ્રામાનો ગત રોજ અંત આવ્યો હતો
સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલ રાજકીય ડ્રામાનો ગત રોજ અંત આવ્યો હતો. રવિવારે બપોરે ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ કર્યું હતું. જે બાદ રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમજ હિયરીંગ દરમ્યાન કુંભાણીનાં ટેકેદારમાંથી એક પણ વ્યક્તિ ચૂંટણી અધિકારી સમક્ષ હીયરીંગમાં હાજર ન થતા મામલો ગરમાવા પામ્યો હતો. ત્યારે ચૂંટણી અધિકારીએ કરેલ તપાસમાં ત્રણેય ટેકેદારો દ્વારા ઉમેદવારી પત્રમાં કરેલી સહીઓ મેચ ન થતા મામલો પેચીદો બન્યો હતો. એક પણ ટેકેદાર હાજર ન રહેતા અંતે ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
દીપક જોશીના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપના પ્રદેશ સહપ્રવક્તા દીપક જોશીએ ફોર્મ રદ થવાને લઇ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. દીપક જોશીએ જણાવ્યું કે જ્ઞાતિના આધારે ચૂંટણી લડવાનું કામ કરતી કોંગ્રેસને પ્રજા કડક જવાબ આપે છે. ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાથી ફોર્મ રદ થયું છે. ત્યારે આ વખતે પણ કોંગ્રેસ નવા નવા પ્રશ્નો ઉભા કરી રહી છે.
ADVERTISEMENT
7ની સમજાવટ સફળ બનશે તો બિનહરીફ !
સુરત બેઠકને લઈ ચાલતા રાજકીય ડ્રામાનો સંપૂર્ણ અંત આવ્યો હોય એવું પણ નથી. કારણ કે, આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. છતા પણ હજુ ભાજપ સામે અન્ય 7 ઉમેદવારો ઉભા છે. આ સાતની સમજાવટ કદાચ સફળ બને તો ભાજપના ઉમેદવાર બિનહરીફ થાય. તો બીજી તરફ અત્યારે કોંગ્રેસ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત કરી રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસનો 'સુરતી લોચો'
નિલેશ કુંભાણીના ત્રણે-ત્રણ ટેકેદાર ખાસ અને અંગત છે. તેવામાં ખાસ લોકો જ દગાબાજ નીકળે તેવું તો કેવી રીતે માની લેવું. હાલ તો કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વારે પહોંચી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે, નહીં.
વધુ વાંચોઃ હીટવેવના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર, પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 12 કરાયો
ADVERTISEMENT
કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ્દ
હાલ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, નિલેશ કુંભાણી એક માત્ર એવા ઉમેદવાર નથી. જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ્દ થયું. પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે વાંધો ઉઠાવતા રદ થયું છે. તેવામાં ખીચડી ક્યાં અને કેવી રીતે રંધાઈ હશે તે તમે જાણી ચૂક્યા હશો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.