ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બિટકોઇન 80000 ડૉલરને પાર, એક જ મહિનામાં 20 % નો ઉછાળો

બિઝનેસ / બિટકોઇન 80000 ડૉલરને પાર, એક જ મહિનામાં 20 % નો ઉછાળો

Published By: Bijal Vyas

Last Updated: 12:34 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરના સમયગાળામાં બિટકોઇનની કિંમત ઝડપથી વધી રહી છે. આ વર્ષે તે પહેલીવાર 80 હજાર ડોલરના આંકને પાર કરી ગયું છે. છેલ્લા મહિનામાં તેણે 20 ટકાથી વધુ રિર્ટન આપ્યું છે.

ADVERTISEMENT

બિટકોઈન ક્રિપ્ટોકરન્સી હાલમાં ઉછાળો અનુભવી રહી છે. તે 80 હજાર ડોલરના આંકને વટાવી ગઈ છે. બિટકોઈન લગભગ ત્રણ મહિનાના અંતરાલ પછી આ સ્તરે પહોંચ્યું છે. છેલ્લા મહિનાને જ જોતાં તેમાં 20 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં તે લગભગ 0.50% વધીને 2.66 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.

મંગળવારે સવારે 9 વાગે બિટકોઇન લગભગ 80,882 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તેમાં 0.80%નો વધારો થયો છે. એપ્રિલમાં બિટકોઇનમાં 12% નો વધારો જોવા મળ્યો, જે ગયા વર્ષમાં તેનો સૌથી મોટો માસિક વધારો છે. દરમિયાન, મે મહિનામાં અત્યાર સુધીમાં તેમાં 6% થી વધુનો વધારો થયો છે.

bitcoin-final

એક મહિનામાં જબરદસ્ત રિર્ટન

છેલ્લા મહિનામાં બિટકોઈન રોકાણકારોને મજબૂત રિર્ટન આપ્યું છે. એક મહિના પહેલા, તેની કિંમત 67.15 હજાર ડોલર હતી. જે હવે 80.85 હજાર ડોલર છે. તેવામાં એક જ મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે. ઘણા લાંબા સમય પછી પહેલી વાર એવું બન્યું છે કે, એક મહિનાના સમયગાળામાં બિટકોઈનમાં આટલો ઝડપી વધારો જોવા મળ્યો છે.

ઘટાડા પર લાગ્યા બ્રેક

  • ગયા ઓક્ટોબરમાં બિટકોઈનએ સર્વકાલીન ઉચ્ચતમ રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે, એક બિટકોઈનની કિંમત આશરે 1.25 લાખ ડોલર સુધી પહોંચી હતી.
  • ત્યારબાદ તેમાં ઘટાડો થવા લાગ્યો. 2 ફેબ્રુઆરી સુધીમાં બિટકોઇનની કિંમત લગભગ 62,000 ડોલર આવી ગયા છે.
  • અસ્થિરતાના સમયગાળા પછી 31 માર્ચે, એક બિટકોઇન લગભગ 66,670 ની કિંમત સુધી પહોંચવામાં સફળ રહ્યો, જોકે ત્યારબાદ તીવ્ર ઘટાડો અટકી ગયો, અને ઉપર તરફનો ટ્રેન્ડ શરૂ થયો.
BITCOIN-2

ગ્લોબલ ઇક્વિટી બજારોમાં તેજી

વઝીરએક્સ માર્કેટ ડેસ્ક અનુસાર, ક્રિપ્ટો માર્કેટ હાલમાં નવી તેજી અને વધતી જતી મેક્રો અનિશ્ચિતતાઓ વચ્ચે સંતુલન સાધી રહ્યું છે. આ વર્ષના જાન્યુઆરી પછી પહેલી વાર બિટકોઈન 80,000 ડોલરની સપાટી વટાવી ગયું છે. બિટકોઈનને મજબૂત ETF ઇનફ્લો, માઇનર્સની સુધારેલી નફાકારકતા અને ગ્લોબલ ઇક્વિટી બજારોમાં તેજી દ્વારા સંચાલિત 'રિસ્ક-ઓન' વાતાવરણને ટેકો મળ્યો છે.

આ પણ વાંચોઃ મહારત્ન કંપનીના શેરમાં તેજી, 2 ગણા કરતા પણ વધુ વધ્યો નફો, ડિવિડન્ડનું પણ એલાન

બિટકોઇનમાં કેમ આવી રહ્યો છે ઉછાળ ?

  • શુક્રવારે બિટકોઇન ETF માં 630 મિલિયન ડોલરનો ભારે રોકાણ જોવા મળ્યો. આનાથી ખરીદદારોના મનોબળમાં વધારો થયો છે.
  • નિષ્ણાતોના મતે, બિટકોઇનની એપ્રિલની તેજીમાં સ્પોટ ડિમાન્ડ કરતાં લિવરેજ્ડ ફ્યુચર્સે વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bitcoin price jumps cryptocurrency crossed 80000 dollar

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ