બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biparjoy cyclone visuals videos of Gujarat Kutch Dwarka

દ્રશ્યો / પ્રચંડ વેગથી બિપોરજોય મચાવી રહ્યું છે તબાહી: કચ્છથી લઈને જામનગર સુધી ક્યાં કેવા છે હાલ

Vaidehi

Last Updated: 07:56 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થયું છે. આ વાવાઝોડું કચ્છ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી રહ્યું છે. જુઓ દ્રશ્યો.

  • બિપોરજોય વાવાઝોડાની કચ્છમાં એન્ટ્રી
  • જખૌ પોર્ટથી માત્ર 40-50 કિમી દૂર છે વાવાઝોડું
  • વાવાઝોડાની થઈ રહી છે ગંભીર અસર

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. 125 કિમી પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલમાં જખૌ પોર્ટથી  50 કિમી દૂર છે બિપોરજોય. કચ્છ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં બિપોરજોય ગંભીર અસર પહોંચાડી રહ્યું છે. અનેક સ્થળો પર વૃક્ષો અને વીજળીનાં થાંભલાઓ ધારાશાહી થયાં છે તો ક્યાંક પેટ્રોલ પંપનાં છાપરાં ઊડવા લાગ્યાં છે. જુઓ દ્રશ્યો.

મકાનને નુક્સાન, Adaniની ઓફિસનાં છાપરાં ઉડ્યાં
જેતલસર જંક્શનમાં ભારે પવનને લઈ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયાં. આ વૃક્ષ મકાન પર પડતાં મકાનની દીવાલને ભારે નુક્સાન થયું છે. એટલું જ નહીં અનેક જગ્યાએ વીજળીના પોલ પડી ગયા છાપરાં અને હોડિંગ્સ પણ અસંખ્ય જગ્યાએ પડ્યા છે.

પેટ્રોલ પંપને નુક્સાન
નલિયાના જખૌમાં વાવાઝોડા બિપરજોયની અસર શરૂ થઈ છે. ભારે પવન ફૂંકાવાને લીધે પેટ્રોલ પંપને નુકસાન થયું છે. પેટ્રોલ પંપનાં છાપરાઓ ઉડી ગયાં છે.

કચ્છના માંડવીમાં ભારે નુકસાન
કચ્છમાં બિપોરજોયનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાહી થયા છે. માંડવી સહિત અનેક તાલુકામાં ઓફિસનાં શેડ્સ ઊડ્યાં તો ક્યાંક વૃક્ષો ધારાશાયી થયાં છે.

ખંભાતનાં દરિયામાં કરંટ
ખંભાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનુ શરૂ થયું. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.

દ્વારકામાં 100 વર્ષ જૂનું આંબલીનું વૃક્ષ ધરાશાયી
દ્વારકાના ટંકારીયા ગામે 100 વર્ષ જૂનુ આંબલીનુ વૃક્ષ ધરાશાયી થયું. કલ્યાણપુર તાલુકાના ટંકારીયામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી.  આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Biparjoy Kutch Visuals gujarat videos કચ્છ ગુજરાત બિપોરજોય વીડિયો Biparjoy visuals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ