બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / biparjoy cyclone big updates, Gujarat Kutch dwarka cyclone updates

લેંડફોલ / ત્રાહિમામ...ત્રાહિમામ... ગુજરાતમાં ભીષણ ગતિએ ટકરાયું બિપોરજોય, 125 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

Vaidehi

Last Updated: 08:24 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની મોટી અપડેટ્સ VtvGujarati.com પર.

  • કચ્છમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ
  • અમિત શાહ સતત કરી રહ્યાં છે સ્થિતિની સમીક્ષા
  • જામનગર એરપોર્ટ પર અસર, ફ્લાઈટ્સ રદ

1. કચ્છમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ ( 6.41PM)
ગુજરાતનાં કચ્છમાં લેન્ડફોલની પ્રક્રિયાની શરૂ થઈ ગઈ છે. ભારે પવનને કારણે ગામડાઓમાં ભારે નુક્સાન થવાની શરૂઆત થઈ ગઈ છે. 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છનાં જખૌથી બિપોરજોય માત્ર 50 કિમી દૂર છે.

2. બિપોરજોયને લઈને ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યાં છે બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિપોરજોય વાવાઝોડાને લઈને હાલમાં બેઠક કરી રહ્યાં છે. આ બેઠકનું આયોજન ગૃહમંત્રાલયમાં કરવામાં આવ્યું છે. જેમાં મંત્રાલયનાં અધિકારીઓ હાજર છે. ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી વાવાઝોડાથી થઈ રહેલી અસરની કરી રહ્યાં છે સમીક્ષા. NDRFનાં DG અને અન્ય બચાવદળનાં અધિકારીઓ પણ બેઠકમાં હાજર છે.

3. જામનગર એરપોર્ટ પર અસર, ફ્લાઈટ્સ રદ
સાયક્લોન બિપોરજોયને લીધે જામનગર એરપોર્ટે મોટો નિર્ણય લીધો છે. યાત્રીઓનાં હિતને ધ્યાનમાં રાખતાં એરલાઈન્સ કંપનીઓએ પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર એરપોર્ટનાં અધ્યક્ષે કહ્યું કે 14 જૂનનાં એરપોર્ટની તરફથી NOTAM જાહેર કરવામાં આવ્યું છે જે 14 જૂલાઈ રાત્રે 1 વાગ્યાથઈ લઈને 16 જૂલાઈ 11.59 સુધી લાગૂ રહેશે.

4. વાવાઝોડું 50 કિમી દૂર
ગુજરાત જખૌ પોર્ટથી બિપોરજોય વાવાઝોડું 50 કિમી દૂર છે. હાલમાં લોકોને તથા મીડિયાનાં રિપોર્ટર્સને કિનારાઓથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.સાંજે 9 વાગ્યા સુધીમાં લેન્ડફોલ થઇ શકે 

5. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ તૈયાર
ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં લેતાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ તૈયાર થઈ ગયું છે. 15 વહાણોને તૈનાત કરવામાં આવ્યાં છે. દરિયામાં કોઈપણ પ્રકારનાં રેસ્ક્યૂ ઓપરેશન માટે 7 એરક્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. ઓખા, જખૌ અને વાડિનારમાં હેલો ઓપરેશન ફેસિલિટીને પણ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા ૧૫ શિપ અને ૪ ડોર્નિયર અને ૩ હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા 

6. 1000 લાઈફ જેકેટને વ્યવસ્થા
સીનિયર DIG રેંકના અધિકારી કચ્છ જિલ્લાનાં મુન્દ્રામાં છે. 23 ડિઝાસ્ટર રિલીફ ટીમોનું પણ ગઠન કરવામાં આવ્યું છે. 29 જેમિની વહાણ, 1000 લાઈફ જેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

7.કચ્છમાં વાવાઝોડાની અસર શરૂ
કચ્છના માંડવી, નલિયા, જખૌ, મુન્દ્રા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નલિયા અને માંડવીમાં 90થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને જખૌ તેમજ નલિયામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.  બિપોરજોય વાવાઝોડું જખૌ પોર્ટ ખાતે 6 વાગે લેન્ડફોલ થઇ છે. વાવાઝોડાની અસર શરૂ ગઈ છે. નલિયા જખૌમાં ભારે પવન શરૂ થયો છે.

8.PGVCLની ટીમો તૈનાત
સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. ત્યારે PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 597 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી છે.

9. ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ કરી રદ્દ
બિપોરજોય વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે. વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ થઈ ગયું છે. એસટી વિભાગ દ્વારા પણ દરિયાઈ સીમા પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત કચ્છ, જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, દ્વારકા, ખંભાળિયામાં ST બસનું સંચાલન બંધ કરાયું છે. વાવાઝોડા અને વરસાદને કારણે એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. મહેસાણા-દ્વારકાની લોન્ગ ટ્રીપ જામનગર ટૂંકાવાઈ છે. સૌરાષ્ટ્ર તરફની લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. તમામ ડેપો અને સ્ટેશન પર સીસીટીવી પરથી નજર રખાઈ રહી છે. ડીઝલનો જથ્થો રાખવા અને હોર્ડિંગ્સ ઉતારવા સૂચન પણ કરાયા છે.

10.દ્વારકામાં વાવાઝોડાની વિનાશક અસર
બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતા દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે, સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે.ભયંકર વરસાદ વીજ પુરવઠો ઠપ્પ થયો છે. કચ્છ સહિત દ્વારકામાં બિપોરજોય લેન્ડફોલ શરૂ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ