Bill gates is largest owner of private farmland in us
રિપોર્ટ /
આ શખ્સ બન્યા અમેરિકાના 'સૌથી મોટા ખેડૂત', આખા અમદાવાદની થાય તેનાથી ડબલ જમીન ખરીદી
Team VTV03:40 PM, 16 Jan 21
| Updated: 04:21 PM, 16 Jan 21
માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના ચોથા નંબરના ધનવાન વ્યક્તિ બિલ ગેટસે અમેરિકામાં મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હવે બિલ ગેટ્સ અમેરિકામાં 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકડ ખેતીની જમીનના માલિક બની ગયા છે. આટલી વધારે જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (ખાનગી ઓનર) થઇ ગયા છે.
જો કે બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં રોકાણ નથી કર્યું, પરંતુ તમામ પ્રકારની કુલ 2,68, 984 એકડ જમીનના તેઓ માલિક બની ગયા છે. આ જમીન અમેરિકાના 19 રાજ્યોમાં આવેલી છે. તેમા એરિજોનામાં સ્થિત જમીન પણ સામેલ છે જેના પર સ્માર્ટ સિટી બનાવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના જમીન વિસ્તારની વાત કરીએ તો આશરે 1.15 લાખ એકર છે. આ રીતે જોવા જઈએ તો અમદાવાદનો ડબલ વિસ્તાર એટલે કે 2.30 લાખ થાય.
65 વર્ષના બિલ ગેટ્સે અમેરિકાના લુસિયાનામાં 69 હજાર એકડ, અર્કસસમાં અંદાજે 48 હજાર એકડ, એરિજોનામાં 25 હજાર એકડ ખેતી યોગ્ય જમીન ખરીદી છે. અત્યાર સુધીમાં એ સ્પષ્ટ નથી થયું કે બિલ ગેટ્સે કેમ ખેતી માટે આટલી વધારે જમીન ખરીદી છે. આ જમીન સાથે જોડાયેલ વધારે જાણકારી સામે આવી નથી.
બિલ ગેટેસે આ જમીન સીધી રીતે તેમજ પર્સનલ રોકાણ એન્ટિટી કાસ્કેડ ઇન્વેસ્ટમેંટ દ્વારા ખરીદી છે. એક રિપોર્ટ મુજબ બિલ ગેટસે 2018માં પોતાના ગૃહ રાજ્ય વોશિંગ્ટનમાં 16 હજાર એકડ જમીન ખરીદી હતી. જેમાં હોર્સ હેવન હિલ્સ વિસ્તારમાં 14,500 એકડ જમીનનો પણ સમાવેશ થાય છે જે તેઓએ 1251 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ તે વર્ષની અમેરિકાની સૌથી ઉંચા ભાવ ખરીદી કરવામાં આવેલી જમીન હતી.
2008માં બિલ એન્ડ મેલિંગા ગેટસ ફાઉન્ડેશનને જાહેરાત કરી હતી કે તેઓ આફ્રિકા અને દુનિયાના અન્ય વિકાસશીલ ક્ષેત્રોમાં નાના ખેડૂતોને પાક ઉગાવા અને તેની ઇન્કમમાં મદદ કરવા માટે 2238 કરોડ રૂપિયાની સહાયતા આપી રહ્યાં છે, જેથી નાના ખેડૂતો ભૂખ અને ગરીબીમાંથી બહાર આવી શકે.