બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bihar video of mining mafia attacking a woman officer is going viral

નીતિશ રાજ... / ખનન માફિયાઓએ મહિલા અધિકારીને દોડાવી, ઢસેડી, પથ્થર માર્યા, બિહારના વીડિયોએ કાયદા-વ્યવસ્થાની ઈજ્જત ઉછાળી

Kishor

Last Updated: 12:06 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટનામાં પોલીસ અને ખાણ ખનીજ ખાતા દ્વારા સહિયારી ડ્રાઇવ હાથ ધરાઈ હતી. જેમાં ખનીજમાફિયાઓએ મહિલા અધિકારી પર હુમલો કાર્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • બિહારમા ખનીજ માફિયાઓ બેફામ બન્યા
  • ખનીજ ખાતાના મહિલા અધિકારી સાથે બેફામ વાણી વિલાસ આરોપીએ કર્યો હુમલો
  • સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે  

બિહારમા ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પટનામાં વિસ્તારમા ફરજ પર રહેલા મહિલા અધિકારી સાથે સ્થાનિક લોકોએ બેફામ વાણી વિલાસ આચરી મહિલા અધિકારી પર હુમલો કર્યો હતો. ઉપરાંત અસામાજિક તત્વોએ મહિલા અધિકારી સાથે દુર્વ્યવહાર હોવાની પણ રાવ ઉઠી રહી છે. આ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અમૂક લોકો મહિલાને મારતા હોવાનું તો આમુક લોકો ગુસ્સા સાથે મહિલા તરફ દોડી જતા હોવાનું દ્રશ્યમાન થાય છે.


શખ્સો ગેરકાયદે રેતી ખનન સાથે સંકળાયેલા છે

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર બિહારના પટના જિલ્લાના બિહતા શહેરની આ ઘટના છે. જ્યા ફરિયાદને પગલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સહિયારું ઓપરેશન હાથ ધરી ગેરકાયદે ઓવરલોડ દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીઓ પણ જોડાયા હતા. આ દરમિયાન એક મહિલા અધિકારી પર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં મારપીટ કરનારા શખ્સો ગેરકાયદે રેતી ખનન સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


વીડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી
પોલીસે આ મામલે FIR નોંધી કડકાઈથી કામગીરી હાથ ધરી છે. આ ઘટનાની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેના આધારે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરી છે.  જેમાં આરોપીઓ મહિલા અધિકારીને ખેંચી રહ્યા છે જ્યારે નજીકમાં ઉભેલા લોકો તેને પથ્થર મારવાની કોશિશ કરતા વિડીયોમા દ્રશ્યમાન થાય છે. પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામા 2 ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને ગંભીર ઇજા થવા પામી છે. જિલ્લા ખાણ અધિકારી અને પોલીસ ઓવરલોડ વાહનોને પકડવા માટે સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે. દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ એક જૂથ બનાવીને અધિકારીઓ પર હુમલો કર્યો હોવાનું પશ્ચિમ પટના પોલીસ અધિક્ષક રાજેશ કુમારે જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ