બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Biggest Update on Mohammed Shami Fitness Amidst IPL 2024

ક્રિકેટ / IPL 2024ની વચ્ચે મોહમ્મદ શમીના ફિટનેસ પર આવ્યું સૌથી મોટું અપડેટ, લખ્યું સફળતાનો ભૂખ્યો બેક ઓન ટ્રેક

Megha

Last Updated: 10:35 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈજાના કારણે મોહમ્મદ શમી આ વખતે આઈપીએલ 2024માં પણ રમી શક્યો નથી, હવે શમીએ એક તસવીર શેર કરીને તે ટૂંક સમયમાં મેદાન પર પરત ફરશે એવા સંકેતો પણ આપ્યા છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. મોહમ્મદ શમી 2023ના ODI વર્લ્ડ કપમાં પણ ઈજા સાથે રમ્યો હતો. જેની વાર્તા પણ શમીએ ટૂર્નામેન્ટ બાદ સંભળાવી હતી. આ પછી મોહમ્મદ શમીએ સર્જરી કરાવી હતી. જે બાદ હવે મોહમ્મદ શમીના હેલ્થને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

હવે એ વાત તો જાણીતી જ છે કે ઈજાના કારણે મોહમ્મદ શમી આ વખતે આઈપીએલ 2024માં પણ રમી શક્યો નથી. જે ગુજરાત ટાઇટન્સ માટે પણ ખરાબ સમાચાર હતા અને શમીણી ખામી હાલ ગુજરાત ટાઈટન્સમાં વર્તાઇ પણ રહી છે. એવામાં હવે શમીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. સાથે જ ટૂંક સમયમાં મેદાન પર પરત ફરશે એવા સંકેતો પણ આપ્યા છે. 

શમી ODI વર્લ્ડ કપ 2023 પછી એકપણ મેચ રમી નથી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને સર્જરી કરાવી હતી. જો કે સંપૂર્ણ ફિટ થવામાં તેને ઘણો સમય લાગશે. શમીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ક્રેચની મદદથી ચાલતો જોવા મળી રહ્યો છે. શમીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ટ્રેક પર પાછો આવી ગયો છું અને સફળતા માટે ભૂખ્યો છું. રસ્તો ભલે અઘરો હોય પણ મંઝિલ સાર્થક છે.”

વધુ વાંચો : VIDEO..રોહિતના પગે પડી ગઈ યુવતી! શર્માજીના આ એક વીડિયોએ કરોડો લોકોના દિલ જીત્યા

એ વાત તો જાણીતી જ છે કે શમીએ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં શમી ત્રણ મેચ બાદ રમવા આવ્યો હતો અને ટૂર્નામેન્ટના અંતે શમી સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ હતો. શમીએ આ ટૂર્નામેન્ટમાં 23 વિકેટ લીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 news Mohammed Shami Mohammed Shami Fitness Mohammed Shami Health Update Mohammed Shami news મોહમ્મદ શમી મોહમ્મદ શમી news IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ