બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / The girl fell at Rohits feet This one video of Sharmaji won the hearts of crores of people
Last Updated: 06:24 PM, 7 April 2024
ભારતમાં ક્રિકેટ ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરને મળવા માટે કોઈપણ હદ પાર કરી શકે છે. IPL 2024માં આજે ( રવિવારે) યોજાયેલી મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ મેચ પહેલા આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી..
ADVERTISEMENT
મહિલા ફેને રોહિતનો ઓટોગ્રાફ માંગ્યો અને તેને પગે લાગી
વાનખેડે સ્ટેડિયમમાં એક મહિલા પ્રશંસક રોહિત શર્મા પાસે આવી અને તેના પગ સ્પર્શ કર્યા બાદ તેનો ઓટોગ્રાફ માંગ્યો. રોહિતની વિનોદી શૈલી તેને ક્રિકેટ અને બહારની દુનિયામાં ચાહકોના સૌથી પ્રિય ક્રિકેટરોમાંથી એક બનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રોહિત એક મહિલા ફેન દ્વારા તેને પગે લાગવામાં આવતા તે ચોંકી ગયો હતો.
ADVERTISEMENT
A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. 💥 pic.twitter.com/LsWwFUCbRg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024
ADVERTISEMENT
ગ્રાઉન્ડ પર રોહિતને મળવા એક શખ્સ દોડી આવ્યો હતો
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઓટોગ્રાફ આપ્યા બાદ રોહિતે મહિલા સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવીને દિવસને યાદગાર બનાવી દીધો હતો. આઈપીએલ 2024માં આ પહેલીવાર નથી જ્યારે રોહિત શર્મા તેના ચાહકોના કારણે સમાચારમાં આવ્યો હોય. MI vs RR મેચમાં એક ફેન રોહિતને મળવા મેદાનમાં દોડી આવ્યો હતો. તે જ મેચમાં દર્શકોએ મરાઠીમાં 'મુંબઈ ચા રાજા'ના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
રોહિતની લોકપ્રિયતા ખુબજ વધારે છે
રોહિતના ચાહકો કેટલી હદે જઈ શકે છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે જ્યારે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવામાં આવી ત્યારે MI ફ્રેન્ચાઇઝીએ થોડા કલાકોમાં X પર 4 લાખથી વધુ ફોલોઅર્સ ગુમાવ્યા હતા. મુંબઈની મેચો દરમિયાન ઘણી વખત હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. વેલ, સુકાની પદ પરથી હટાવ્યા બાદ રોહિત કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યો નથી, પરંતુ તેની બેટિંગમાં આક્રમકતા ચોક્કસ જોવા મળી છે. અત્યાર સુધી તેણે 3 મેચમાં 164.29ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી 69 રન બનાવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.